Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

વેકસીનેશન માટે મંડી પડોઃ ૭૦ ટકા ટારગેટ ફરજીયાત

કલેકટર અરૂણ મહેશબાબુએ તમામ પ્રાંત-DDO, DSP-કોર્પોરેશન સહિતના અધિકારીઓને સુચના આપીઃ એરફોર્સમેન્ટ ટીમો બનાવાશે : વેપારીઓ માટે બહાર પાડેલા જાહેરનામાં બાદ હવે ટીમો ચેકીંગ માટે ઉતરશેઃ ગામેગામ વીસી કરવા આદેશો : વેકસીન એ ટોપ પ્રાયોરીટી છેઃ દરેક પ્રાંતને કાલથી જ કામ શરૂ કરી દેવા સુચનાઃ કલેકટર DDO-DSP પોતે જાતે ચેકીંગ કરશે : બૂથ વાઇઝર અને મતદાર યાદી પેઇજ વાઇઝ વેકસીન કરાવો

રાજકોટ તા. રપ : રાજકોટજીલ્લા કલેટકર શ્રી અરૂણ મહેશ બાબુએ ચાર્જ સંભાળતા વેત કોરોના વેકસીનેશનને ટોપ પ્રયોરીટી આપી તેનું કામ હાથ ઉપર લીધુ ંછે.

આ સંદર્ભે આજે કોર્પોરેશન, જીલ્લા પંચાયત, પોલીસ તંત્ર તથા તમામ મામલતદારો, ડે. કલેકટરો-ડીડીઓ-ડીએસપીની ફુલપ્રુફ મીટીંગ સવારે ૧૧ વાગ્યાથી બોલાવી હતી, અને તેમાં આદેશો કર્યા હતાં, કે વેકસીનેશનએ ટોપ પ્રાયોરીટી છે, અને તેના માટે મંડી પડો, અને પૂરતો ડોઝ આવશે એટલે કે ૭૦ ટકા કામગીરી તો થર્ડ વેવ પહેલા થઇ જવી જરૂરી છે, કલેકટરે વેકસીનેશન અંગે ૭૦ ટકાનો ટારગેટ આજે અધિકારીઓને આપ્યો હતો.

તેમણે નિર્દેશ આપેલ કે તત્કાલીન કલેકટરશ્રી રેમ્યા મોહને થોડા દિવસો પહેલા જીલ્લામાં વેપારીઓ દરેક પ્રકારના ફેરીયાઓ માટે ફરજીયાત વેકસીન અથવા તો ૧૦ દિવસનો આરટી-પીસીઓ રીપોર્ટ રાખવાનો તેનું અમલીકરણ ઝડપી બનાવો આ માટે દરેક તાલુકા મથકે પીએસઆઇ - મામલતદાર - ટીડીઓ-ડોકટરોની ટીમ બનાવી આવા વેપારીઓ-ફેરીયાઓ-મોલમાં ચેકીંગ શરૂ કરી દયો... કલેકટરે દરેક પ્રાંત તથા મામલતદારને વેકસીનેશનને ટોપ પ્રાયોરીટી આપી કાલથી જ કામ શરૂ કરી દેવા આદેશો કર્યા હતાં.

તેમણે જણાવેલ કે હાલ જીલ્લામાં ૧પ૦ જેટલા કેન્દ્રો ઉપર રસીકરણ ચાલુ છે, અમૂક કેન્દ્રોમાં નબળી કામગીરી છે, ત્યાં કલેકટર - ડીડીઓ-ડીએસપી પોતે ચેકીંગ કરશે, તથા બુથવાઇઝ અને મતદાર યાદી પેઇજ વાઇઝ વેકસીન કરાવવા પણ સુચના આપી હતી, આ માટે આરોગ્ય કેન્દ્રોને મતદાર યાદી અપાઇ છે, આમ છતાં પ્લાનીંગ કરી આ મુજબ કાર્યવાહી શરૂ કરો, મતદાર યાદીમાં એક પેઇઝમાં ૩૦ નામો હોય તો તેમાંથી કેટલા લોકોએ વેકસીન લીધી તે ચકાસો અને ન લીધી હોય તો વેકસીન અપાવો.

તેમણે જણાવેલ કે હાલ કોરોના રસીના પુરતા ડોઝ આવે છે, હાલ ડોઝ પણ અવેલેબલ છે, જો રસી પુરતા પ્રમાણમાં આવશે તો આપણે ૭૦ ટકા ટારગેટ ૧પ દિવસમાં પુરો કરી શકીશું.

(4:11 pm IST)