Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સંતુષ્ટી આઈસ્ક્રીમ-વૃંદાવન ડેરીના આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટ ઓછાઃ નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર

મ.ન.પા.ના આરોગ્ય વિભાગે આજે ચેકીંગ દરમિયાન ચણાદાળ, કિન્લે વોટર અને આઈસ્ક્રીમ સહિતની ખાદ્યચીજોના ૮ નમૂનાઓ લીધા

રાજકોટ, તા. ૨૫ :. મ.ન.પા.ની આરોગ્ય શાખાના ચેકીંગ દરમિયાન પ્રસિદ્ધ સંતુષ્ટી આઈસ્ક્રીમ તથા વૃંદાવન ડેરીના આઈસ્ક્રીમના નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ (નાપાસ) જાહેર થયા હતા.

આ અંગે આરોગ્ય વિભાગના ડેઝગ્નેટેડ ઓફિસરની યાદીમાં જણાવાયા મુજબ યાજ્ઞિક રોડ પર આવેલ વૃંદાવન ડેરી એન્ડ ફૂડસના રેડ વેલ્વેટ આઈસ્ક્રીમ (લુઝ)માં મિલ્ક ફેટ ઓછા હોવાનુ તેમજ યુનિવર્સિટી રોડ પર આવેલ સંતુષ્ટી આઈસ્ક્રીમમાંથી લેવાયેલ હનીમુન ડીલાઈટ આઈસ્ક્રીમ (લુઝ)માં પણ મિલ્ક ફેટ ઓછા હોવાની સરકારની લેબોરેટરીએ આ બન્ને નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરતા હવે વેપારીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

૮ નમૂનાઓ લેવાયા

જ્યારે આજે ખાદ્યચીજના નમૂના લેવામાં આવેલ છે (૧) ચણાદાળ (લુઝ), સ્થળઃ શિવશકિત પ્રોવિઝન સ્ટોર, શકિત કોમ્પલેક્ષ, દુકાન નં. ૧, પુજારાપ્લોટ મે. રોડ (૨) મગછળી દાળ (લુઝ) સ્થળઃ કસ્તુરી સુપર માર્કેટ, ઈન્દ્રપ્રસ્થનગર શેરી નં. ૫/૯ કોર્નર, અક્ષર માર્ગ (૩) ચણાદાળ (લુઝ) સ્થળઃ સોની ટ્રેડલીંગ શોપ નં. ૨, પ્રાઈડ વન, અક્ષર માર્ગ (૪) કિન્લે પેકડ ડ્રીકીંગ વોટર સ્થળઃ આર.જે. સેલ્સ એજન્સી ૧૧-લાતીપ્લોટ, સદગુરૂનગર કુવાડવા રોડ (૫) હીમાલય નેચરલ મીનરલ વોટર હેતલ એન્ટરપ્રાઈઝ ૧૩-લાતી પ્લોટ, પુજારા ટેલીકોમ સામેની શેરી કુવાડવા રોડ (૬) એકવાફાઈન પેકડ ડ્રીંકીંગ વોટર હેતલ એન્ટરપ્રાઈઝ ૧૩ લાતી પ્લોટ પુજારા ટેલીકોમ સામેની શેરી કુવાડવા રોડ (૭) કવોલીટી વોલ્સ કરન્સી બટર સ્કોચ આઈસ્ક્રીમ  દ્વિશા ટ્રેડલીંક ૭-અટીકા ઈન્ડ એરીયા (૮) તુવેરદાળ તેલવાળી (લુઝ) ૭૯ સુપર માર્કેટ બાપા સીતારામ ચોક મવડી વગેરે નમૂનાઓ લઈ સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

(4:15 pm IST)