Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

RTE માટે એકજ પુત્રીજ પ્રમાણપત્ર હવે મ.ન.પા.ના જન્મ-મૃત્યુ નોંધ વિભાગમાંથી તાત્કાલીક મળશે

મેયર પ્રદિપ ડવના સુચન બાદ જન્મ મૃત્યુ નોંધના રજીસ્ટ્રારને પ્રમાણપત્રની સત્તા અપાઇ

રાજકોટ તા.રપ : આર.ટી.ઇ. હેઠળ સ્કુલમાં પ્રવેશ માટે જરૂરી એવા એક જ પુત્રી હોવાનું પ્રમાણપત્ર વાલીઓને મ.ન.પા.ના જન્મ-મૃત્યુ નોંધ વિભાગમાંથી તાત્કાલીક મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવાયાનું મેયર પ્રદિપભાઇ ડવે જાહેર કર્યું હતું.

 આ અંગેની વિગતો મુજબ ગુજરાત સરકારશ્રી દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એકટ ૨૦૦૯ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫્રુ મુજબ વિનામુલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે અન્વયે હાલ ચાલી રહેલ પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ પ્રક્રિયામાં જુદી જુદી કેટેગરીના બાળકોને ય્વ્ચ્ હેઠળ પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે છે. જે તે કેટેગરીના બાળકો પ્રવેશ માટે પ્રમાણપત્રો નિયત સમયમાં સરળાથી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા ખાતે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં રાજકોટ શહેર વિસ્તારમાં રહેતા કુટુંબોના બાળકો કે જેને સંતાનમાં માત્ર એજ દીકરી હોય તેઓને આ અંગેનું પ્રમાણપત્ર અપાશે. આ માટેની વ્યવસ્થા રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે જે અંગેની જવાબદારી આરોગ્ય શાખાના જન્મ-મરણ વિભાગના સુપ્રિટેન્ડેન્ટને સોંપવામાં આવી છે. આ પ્રમાણપત્ર મેળવવા ઇચ્છતા પરિવારના વાલીઓએ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ (http://www. rmc. gov.in/rmcwebsite/docs/RTESingleGirlChild_ AppliSogandnamu.pdf) પરથી ફોર્મ ડાઉનલોડ કરી નમુના પ્રમાણે સોગંદનામું કરી રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરીના સિટી સિવિક સેન્ટર ખાતે અરજી કરવાની રહેશે.

(4:16 pm IST)