Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૮માં શેઠ ઉપાશ્રય ખાતે વેકિસનેશન કેમ્પ યોજાયો

રાજકોટ : દેશના પ્રધાનમંત્રી દ્વારા મફત વેકિસનની પરીકલ્પનાને સાકાર કરવા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયમાં વેકિસનેશન મહાભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનને વધુ વેગ મળે અને શહેરના વધુમાં વધુ શહેરીજનોને વેકિસનનો લાભ લે તેવા શુભ આશયથી સંસ્થા, ટ્રસ્ટ, સોસાયટી, શાળા, કોલેજો વિગેરેને જોડી વેકિસન કેમ્પ યોજવાનું નક્કી કરેલ. જે અંતર્ગત આજ તા.૨૫ના રોજ વોર્ડ નં.૦૮માં શેઠ ઉપાશ્રય ખાતે વેકિસન કેમ્પ યોજાયો. તે વખતની તસ્વીર. આ કેમ્પમાં મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, કોર્પોરેટર ડો.દર્શનાબેન પંડ્યા, પ્રીતિબેન દોશી, અશ્વિનભાઈ પાંભર, બિપીનભાઈ બેરા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, મંત્રી રદ્યુભાઈ ધોળકિયા, મહિલા મોરચના પ્રમુખ કિરણબેન માંકડિયા, વોર્ડ પ્રભારી નીતિનભાઈ ભૂત, પ્રમુખ તેજસભાઈ જોષી, મહામંત્રી કાથડભાઈ ડાંગર, જયસુખભાઈ મારવિયા, પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પિનાબેન કોટક, તેમજ શેઠ ઉપાશ્રય, રોયલ પાર્ક જૈન મોટા સંઘ, રેસકોર્ષ પાર્ક જૈન સંદ્ય, ગોંડલ રોડ જૈન સંઘ વિગેરેના હોદેદારશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:18 pm IST)