Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મ.ન.પા. દ્વારા ફુડ સેફટી ઓન વ્હીલ્સ : ટેસ્ટીંગ લેબોરેટરી દ્વારા જુદા જુદા ૧૧ વિસ્તારોમાં સ્પોટ ટેસ્ટીંગ-ટ્રેનીંગ અને જાગૃતતાની ઝુંબેશ

રાજકોટ : મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા જાહેરજનતાના આરોગ્ય હિતાર્થે રાજકોટ શહેરની જાહેર જનતાને ભેળસેળરહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે. તે વખતની તસ્વીર. રાજય સરકારનાં ફુડ સેફ્ટી વિભાગ તરફથી નવા અભિગમ રૂપે ખાધચીજ વસ્તુ અંગેના જન જાગૃતી માટે ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાહન ફાળવેલ છે આ વાહન દ્વારા શહેર ના જુદા જુદા વિસ્તારો - (૧)ગાયત્રીનગર મે.રોડ, (૨)વિનોદનગર મે. રોડ, (૩)કૃષ્ણનગર મે. રોડ, (૪)આનંદબંગલા ચોક, (૫)મવડી ગામ, (૬)પંચનાથ ચોક, (૭)રેસકોર્ષ, (૮)મેધાણી રંગભવન પાછળ, (૯)પરાબજાર માવાપીઠ, (૧૦)ચંદ્રેશનગર શાક માર્કેટ, (૧૧)રામાપીર ચોકડી. માં આવેલ ફુડ બીજનેશ ઓપરેટરની ચકાસણી કરવા માં આવેલ જેમાં મુખ્યત્વે સ્થળ પર જ ખાદ્યચીજમાં ભેળસેળ અને પ્રાથમીક ટેસ્ટીંગ હાઇજીનીક કંડીશન અંગે જાણકારી આપવામાં આવેલ તેમજ ફૂડ સેફ્ટી અવેરનેશ અંગેના કેમ્પીયન પેમ્પલેટ હેન્ડબુકનુ વિતરણ કરવામા આવેલ.

(4:20 pm IST)