Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

રાજકોટ શહેર-જીલ્લાની તમામ વિધવા મહિલાઓનું સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ તૈયાર કરાશે : ITI માં ખાસ તાલીમઃ કલેકટરનો નિર્ણય

રાષ્‍ટ્રીય કક્ષાએ એવોર્ડ ઓફ એકસલન્‍સ ઇન ધ ફિલ્‍ડ ઓફ સ્‍કીલઃ ડેવલપમેન્‍ટ જીત્‍યા બાદ પ્રથમ બેઠક મળી : દિવ્‍યાંગ લોકોને સ્‍કીલ ઇકોસિસ્‍ટમમાં સમાવી લેવાશે : ITI ના વિદ્યાર્થીઓને ખાસ અંગ્રેજી વિષયની તાલીમ

રાજકોટ તા. ર૪ : જિલ્લા કલેટકરશ્રી અરૂણ મહેશ બાબુની અધયક્ષતામાં કલેકટર કચેરી  ખાતે ડીસ્‍ટ્રીક સ્‍કીલ કમીટીની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કલેકટરશ્રી દ્વારા ‘એવોર્ડ ઓફ એકસલન્‍સ ઇન ધ ફિલ્‍ડ ઓફ સ્‍કીલ ડેવલપમેન્‍ટ' મેળવવા બદલ ડીસ્‍ટ્રીકટ સ્‍કીલ કમીટીના મેમ્‍બર સેક્રેટરીશ્રી નિપુણ રાવલ અને સર્વ મેમ્‍બરોનું અભિવાદન કર્યુ હતું. આ તકે કલેકટરશ્રીએ એલ.જી.બી.ટી.કોમ્‍ન્‍યુનિટીની નવી બેચ ચાલુ કરવા. દિવ્‍યાંગ લોકોને સ્‍કીલ ઇકો સિસ્‍ટમમાં સમાવવા તેમજ મહત્તમ મહિલાઓનું સ્‍કીલ ઇકો સિસ્‍ટમમાં સમાવેશ કરવા તેમજ રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી (ડીઆરડીએ) ની મદદ લેવાનું સુચન કરવામાં આવ્‍યું હતું.

આ ઉપરાંત વિધવા મહિલાઓને પગભર થવામાં મદદ રૂપ બનવા માટે રાજકોટ જિલ્લાની વિધવા મહિલાઓનું સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ તૈયાર કરીને તેઓને મહિલા આઇ.ટી.આઇમાં તાલીમ આપવાનું નકકી કરવામાં આવ્‍યું છે તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રને વિધવા મહિલાઓને લોન અપાવવામાં મદદરૂપ થવા માટે કલેકટરશ્રીએ સુચન કર્યુ હતું.

જિલ્લાની તમામ આઇ.ટી.આઇમાં ચાલતા અભ્‍યાસક્રમો અંગે ગ્રામ્‍ય વિસ્‍તારમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારીની મદદ લેવાનું નકકી કરવામાં આવ્‍યું હતું. તેમજ તમામ વિભાગોને મુખ્‍યમંત્રી એપ્રેન્‍ટીસ યોજનાનો લક્ષ્યાંક હાંસલ કરવા નોડલ ડિપાર્ટમેન્‍ટને મદદ કરવાનું પણ સુચવ્‍યું હતું નેશનલ એજયુકેશન પોલીસી-ર૦ર૦ અંતર્ગત વોકેશનલ ટ્રેનીંગ શિક્ષણ પધ્‍ધતિને પ્રાધાન્‍ય આપવા જિલ્લાની તમામ આઇ.ટી.આઇ. અને સ્‍કુલો વચ્‍ચે એમઓયુ કરવાનું જણાવ્‍યું હતું જેમાં વિવિધ સ્‍કુલના વિદ્યાર્થીઓને જિલ્લાની વિવિધ આઇટીઆઇમાં વોકેશનલ ટ્રેનીંગ આપવામાં આવશે અને આઇટીઆઇના સ્‍ટુડન્‍ટસને  વિવિધ સ્‍કુલોમાં પર્સનાલીટી ડેવલપમેન્‍ટ અને અંગ્રેજી વિષયની તાલીમ આપવામાં આવશે.તેમજ વધુ એક એમ.ઓ.યુ.નેશનલ સ્‍કિલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ કાઉન્‍સિલ (એન.એસ.આઇ.સી)અને રાજકોટ જિલ્લાની વિવિધ આઇટીઆઇ અને વિવિધ ઇજનેરી કોલેજો વચ્‍ચે કરવામાં આવશે. જેથી ટેકનીકલ નોલેજનું આદાન-પ્રદાન આસાનીથી થઇ શકે.

આ તકે મેમ્‍બર સેક્રેટરીશ્રીએ સ્‍કીલ ડેવલપમેન્‍ટ પ્‍લાન બનાવવામાં પાયાનું યોગદાન આપનાર એવા તાલુકા કક્ષાના આઇટીઆઇના પ્રિન્‍સિપાલ એપ્રેન્‍ટીસ એડવાઈઝરશ્રીઓનો પરિચય આપ્‍યો હતો તમામ સભ્‍યશ્રીઓનું કલેકટરશ્રી દ્વારા અભિવાદન કરવામાં આવ્‍યું હતું. તેમજ મહત્‍વનું યોગદાન આપનાર મહાત્‍મા ગાંધી નેશનલ યુનિવર્સિટીની ફેલો શ્રી હિરલચંદ્ર મારૂનું અભિવાદન કરવામાં આવ્‍યું હતું.

આ તકે ડિસ્‍ટ્રિીકટ સ્‍કિલ કમીટીના મેમ્‍બર સેક્રેટરી અને ડિસ્‍ટ્રિકટ સ્‍કીલ ડેવલપમેન્‍ટ ઓફીસર અને આઇટીઆઇ રાજકોટના પ્રિન્‍સિપાલશ્રી નિપુણ રાવલ, રોજગાર અધિકારીશ્રી ચેતન દવે, જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર શ્રી કિશોર મોરી, રાજકોટ સ્‍કુલ એસોસીએશનના પ્રમુખશ્રી ડી.વી.મહેતા, લક્ષ્ય ટ્રસ્‍ટના શ્રી કૃષ્‍ણલીલા પટેલ, લોકભારતી એસોસિએશનના શ્રી અમૃતભાઇ, તેમજ વિવિધ આઇટીઆઇના પ્રિન્‍સિપાલશ્રીઓ એમએસએમઇ ટ્રેનિંગ ડિપાર્ટમેન્‍ટના અધિકારીશ્રીઓ, રાજકોટ આઇટીઆઇના સર્વે એપ્રેન્‍ટીસ એડવાઇઝર, સુપરવાઇઝર, ઇન્‍સ્‍ટ્રકટરો હાજર રહ્યા હતા.

(4:23 pm IST)