Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ચેકરિટર્નના કેસમાં વાંકાનેર કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની સજા

વાંકાનેર,તા.૨૫: વાંકાનેર વિસ્તારમાં આવેલ પોલ્ટ્રી ફાર્મના ધંધા સાથે સંકળાયેલ એકીટવ ટ્રેડર્સ નામથી આવેલ પેઢી પાસેથી ભુજ (કચ્છ)ના રહેવાસી ઈમરાન અનવર રોહાએ અલગ અલગ તારીખે રૂા.૫,૧૦,૫૮૪-૦૦ની રકમનો ફીનીશર પેલેટ (ફીડ), પ્રી-સ્ટાટર ક્રમબ્સ (ફીડ), ચીકસ, સ્ટાટર ક્રમબ્સ (ફીડ) વગેરે માલની ખરીદ કરેલ હતી. જે માલની બાકીની રકમ ચુકવણી કરવા આરોપી ઈમરાન અનવર રોહાએ ચેક આપેલ જે ચેક બેન્કમાં વટાવવા નાંખતા ચેક રીટર્ન થયેલ હતો. જેથી ઈમરાન અનવર રોહા સામે વાંકાનેરની કોર્ટમાં ફરીયાદ થતા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા કરવાનો અને ફરીયાદીને વળતર રૂા.૫,૧૫,૦૦૦/- ચુકવવાનો કોર્ટે હુકમ ફરમાવેલ છે.

આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદી એકટીવ ટ્રેડર્સના નામની પેઢીમાંથી આરોપી ઈમરાન અનવર રોહાએ અલગ બીલથી ફીનીશર પેલેટ (ફીડ), પ્રી- સ્ટાટર ક્રબબ્સ (ફીડ), ચીકસ, સ્ટાટર ક્રમબ્સ (ફીડ) માલની ખરીદી કરેલ હતી અને આરોપી ઈમરાનએ માલની કિંમત ચુકવવા આરોપી ઈમરાનએ એકટીવ ટ્રેડર્સને રૂા.૫,૧૦,૫૮૪-૦૦નો ચેક આપેલ.

સદરહું ચેક ફરીયાદી પેઢીએ બેન્કમાં જમા કરાવતા ચેક વગર સ્વીકારે પરત ફરેલ હોય ત્યારબાદ આરોપીને નોટીસ આપવા છતા રકમ જમા ન કરાવતા ફરીયાદી એકટીવ ટ્રેડર્સના પ્રોપરાઈટ માથકીયા માહમભાઈ ઈબ્રાહીમભાઈએ વાંકાનેરના જયુ.મેજી.ની કોર્ટમા નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ફરીયાદ દાખલ કરતા સદરહું કેસની ટ્રાયલ ચાલતા આ કેસમાં ફરીયાદીના સીનીયર વકીલ શ્રીની દલીલ અને રજુ પુરાવો ધ્યાને લઈ જયુ.મેજી.ની કોર્ટના જજ એસ.કે.પટેલ અને.આઈ.એકટની કલમ-૧૩૮ મુજબ આરોપીને દોષીતમાની આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૫,૧૫,૦૦૦/- ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરીયાદી એકટીવ ટ્રેડર્સવતી વાંકાનેરના વકીલશ્રી શકીલ પીરઝાદા, સરફરાઝ પરાસરા, એ.વાય. શેરસીયા તથા તાજમીન કડીવાર રોકાયેલ હતા.

(1:35 pm IST)