Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

શાપર-વેરાવળમાં વર્લીનો જૂગાર રમતા ત્રણ શખ્‍સો પકડાયા

રાજકોટ તા. રપ :.. શાપર વેરાવળમાં વર્લીનો જૂગાર રમતા ૩ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતાં.

શાપર (વે.) કેપ્‍ટન ગેટ અંદર જયદીપ ઓક્ષીજન કારખાના સામે આવેલ કેબીન પાસે વર્લીનો જૂગાર રમાડાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ કુલદીપસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ પો. કો. દુષ્‍યંતસિંહ રાણા સહિતના સ્‍ટાફે રેઇડ કરી વર્લીનો જૂગાર રમાડતા ફારૂકમીયા ઇસ્‍માઇલભાઇ કાજી રે. દરબાર ચોક ગોંડલ, મનસુખ સામતભાઇ મુદળીયા રે. બુધ્‍ધનગર મફતીયાપરા વેરાવળ તથા દાના કાનાભાઇ વાઘેલા રે. પ૦ વારીયા પ્‍લોટ વેરાવળને રોકડા રૂા. પ૪૪૦ અને મોબાઇલ સહિત ૯૪૪૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:51 pm IST)