Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

વેસ્‍ટર્ન રેલ્‍વે મઝદૂર સંઘના ઉપપ્રમુખ પદે હિરેન મહેતા ચૂંટાયા

રાજકોટ : શહેરમાં વેસ્‍ટર્ન રેલ્‍વે મઝદૂર સંઘનું બે દિવસીય અધિવેશન યોજાયેલ. જેમાં ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ઉપપ્રમુખપદે લડાયક એવા હિરેન મહેતા ચૂંટાઈ આવ્‍યા છે. સંઘમાં તેઓ સેક્રેટરીની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. રેલ્‍વેના કર્મચારીઓના અનેક પ્રશ્ને તેઓએ લડત આપી છે. આ સિવાય વેસ્‍ટર્ન રેલ્‍વે મઝદૂર સંઘના નેજા હેઠળ તેઓ રમત ગમતમાં વિવિધ ટુર્નામેન્‍ટ, રેલ્‍વે કર્મચારીઓ માટે વિવિધ કાર્યક્રમો સહિતની પ્રવૃતિઓ કરી રહ્યા છે. તેઓ ઉપપ્રમુખપદે ચૂંટાઈ આવતા તેઓને મો.૯૭૨૪૦ ૯૪૦૮૯ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે

 

(3:47 pm IST)