Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

શ્રી રણછોડનગરમાં કારમાંથી કબ્‍જે કરેલા દારૂના ગુનામાં ફરાર રોહિત ઉર્ફે જેઠાને ફર્લો સ્‍કવોડે દબોચ્‍યો

પેરોલ સ્‍કવોડની કામગીરી : જેલમાંથી પેરોલ જંપ કરનાર પાકા કેદી વેલજી વાઘેલાને ઝડપી લીધો

રાજકોટ તા. ૨૫ : પારેવડી ચોક નજીક શ્રી રણછોડનગરમાં બી-ડીવીઝન પોલીસે કારમાંથી કબ્‍જે કરેલા દારૂના ગુનામાં ફરાર શખ્‍સને પેરોલ ફર્લો સ્‍કવોડે યાજ્ઞીક રોડ પરથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ, જોઇન્‍ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ તથા ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે સૂચના આપતા પેરોલ ફર્લો સ્‍કવોડના પીએસઆઇ બી.ટી.ગોહિલ સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે થોડા દિવસ પહેલા બી-ડીવીઝન પોલીસે શ્રી રણછોડનગરમાં કારમાંથી કબ્‍જે કરેલા વિદેશી દારૂના ગુનામાં ફરાર રોહિત ઉર્ફે જેઠો ગઢવી યાજ્ઞીક રોડ પર હોવાની પેરોલ ફર્લો સ્‍કવોડના હેડ કોન્‍સ. રાજદીપસિંહ અને યુવરાજસિંહને બાતમી મળતા યાજ્ઞીક રોડ ઠાકરધણી હોટલ પાસેથી રોહિત ઉર્ફે જેઠો દેવરાજભાઇ ગઢવી (ઉ.૨૨) (રહે. શ્રમજીવી સોસાયટી શેરી નં. ૧૦, ભાવનગર રોડ)ને પકડી લીધો હતો.

જ્‍યારે મધ્‍યસ્‍થ જેલમાંથી પેરોલ રજા પર ગયા બાદ ફરાર પાકો કેદી વેલજી મનજીભાઇ વાઘેલા (ઉ.૪૯) (રહે. નવાગામ રૂડા ટ્રાન્‍સપોર્ટ પાછળ, ઝુપડામા હાલમાં શાષાીમેદાન પાસે ઝુપડામાં)ને લીમડા ચોક શાષાી મેદાનના ગેઇટ પાસેથી પકડી લઇ જેલ હવાલે કર્યો હતો. આ બંને કામગીરી પી.એસ.આઇ. બી.ટી.ગોહિલ, એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીફ, હેડ કોન્‍સ. જયદીપસિંહ જાડેજા, રાજદીપસિંહ, અનિલસિંહ, યોગેન્‍દ્રસિંહ, યુવરાજસિંહ, મયુરસિંહ તથા હરીભાઇ બાલસરા દ્વારા કરવામાં આવી હતી.

(4:19 pm IST)