Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

રાજકોટના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ ઇ મેમો મામલે કાળઝાળ થયા છે. રાજકોટ અને અમદાવાદ પોલીસ દ્વારા 26 તારીખ સુધીમાં ઇ મેમો ભરી જવા માટેની વાહન ચાલકોને નોટિસ ઇસ્યુ કરી અને ટેક્સ મેસેજ કર્યા છે. જો ઇ મેમો નહિ ભરવામાં આવે તો લોક અદાલતમાં હાજર રહેવા અને કેસ કરવા સુધીની ધમકીઓ વાહન ચાલકોને આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે નિવેદન આપ્યું હતું કે, ઇ મેમોને કારણે લોકોને હેરાન થવું પડી રહ્યું છે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. લોકો ઇ મેમો મુદ્દે પિસાઈ રહ્યા છે. ઇ મેમો બંધ કરવા ગૃહમંત્રીને રજૂઆત કરી છે. ઇ મેમો અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરીશું. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(7:33 pm IST)