Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કાલાવડ રોડ વિસ્તારની ૭ દુકાનો સીલ : ૨૩ લોકો માસ્ક વિના ઝડપાયા

કોવિડ-૧૯ના ભંગ બદલ મ્યુ. કોર્પોરેશનની જગ્યા-દબાણ રોકાણ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૨૪ : શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. દરમ્યાન આજે તા. ૨૪ના રોજ ફરજીયાત માસ્ક અંગેના જાહેરનામાંનો ભંગ કરવા બદલ ૨૩ આસામીઓ પાસેથી રૂપિયા ૨૩,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ અને કાલાવડ રોડ પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ૭ દુકાનો સીલ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ, કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. સીલ કરવામાં આવેલ શોપમાં કાલાવડ રોડ ખાતેની ખેતલાઆપા ટી સ્ટોલ, આશાપુરા પાન સ્ટોલ, સુપરશ્યામ ડીલકસ પાન સ્ટોલ, નીલકંઠ પાન સ્ટોલ, શ્રી શકિત ટી સ્ટોલ, આઈશ્રી ખોડીયાર હોટલ અને આઈશ્રી ખોડીયાર પાન સ્ટોલનો સમાવેશ થાય છે.

(3:45 pm IST)