Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ગ્રાન્ટનો સદઉપયોગ કરી નગરપાલિકા-મહાપાલિકાઓએ વિકાસની આગવી ઓળખ બનાવીઃ ધનસુખ ભંડેરી

સુરત ઝોનની ૬ જિલ્લાની ૧૯ નગરપાલિકાઓની મળી ગયેલ રીવ્યુ બેઠક

રાજકોટ, તા.૨૫: ગુજરાત મ્યુ.ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરીની યાદીમાં જણાવાયું છે કે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલનાં નેતૃત્વવાળી નિર્ણાયક ભાજપા સરકારને ચાર વર્ષમાં ૧૫૦૦થી વધુ જનહિતલક્ષી નિર્ણય થકી રાજય સરકારે વિકાસની નવી દિશાઓ ખોલી છે ત્યારે ગુજરાતનાં સર્વગ્રાહી વિકાસ સાથે ગુજરાત આજે રહેવા લાયક અને માણવાલાયક ગુજરાત બન્યુ છે.

પ્રગતિશીલ સરકારનાં નેતૃત્વથી ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે રહી છે ત્યારે આ ગ્રાન્ટનાં માધ્યમથી ગુજરાતનાં નગરો અને મહાનગરોમાં અવિરત વિકાસથી આજે ગુજરાત અન્ય રાજયોની સરખામણીમાં આધુનિક અને વિકસીત ગુજરાત બન્યુ છે. તેમ સૂરત ઝોનની રીવ્યૂ બેઠકોને સંબોધતા ધનસુખ ભંડેરીએ જણાવ્યુ હતુ.

નાગરિકોની સુખાકારી જળવાઇ અને સુવિધામાં મોટા પ્રમાણમાં વધારો થાય તે માટે નગરપાલિકાઓનાં પ્રમુખ, ઉપ-પ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફીસરો સાથે સંપુર્ણ સોશ્યલ ડીસ્ટન્શીંગ અને કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને રાજયની ૧૫૬ નગરપાલિકાઓની રીવ્યુ બેઠકનું તબક્કાવાર આયોજન કરવામાં આવેલ છે ત્યારે સુરત ઝોનનાં ૬ જિલ્લા જેમાં તાપી, નર્મદા, નવસારી, ભરૂચ, વલસાડ અને સુરત જિલ્લાની કુલ મળી ૧૯ નગરપાલિકાઓ જેમાં વ્યારા, સોનગઢ, રાજપીપળા, નવસારી-વિજલપોર, બીલમોરા, ગણદેવી, ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, આમોદ, વલસાડ, વાપી, પારડી, ધરમપુર, ઉમરગામ, બારડોલી, માંડવી,  તરસાડી અને કળોદરા નગરપાલિકાઓનાં પદાધિકારી તથા અધિકારીઓની ઝોન બેઠક ભરૂચ ખાતે મળી હતી.

આ બેઠકનો પ્રારંભ ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડનાં સી.ઇ.ઓ પટ્ટણી, સુરત  ઝોન પ્રાદેશિક કમિશ્નર ક્ષીપ્રાબેન અગ્રે, ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખ સુરભીબેન તમાકુવાલા સહિતનાએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટય કરી બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ બેઠકની વ્યવસ્થા સુરત ઝોન પ્રાદેશિક કમિશ્નર ઓફિસનાં ચીફ ઓફીસર પારસ મકવાણા, ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફીસર જતીનભાઇ સોની, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડનાં નટુભાઇ દરજી, ભાવિનભાઇ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહી આ રીવ્યુ બેઠકની વ્યવસ્થા સંભાળી હતી.

(2:35 pm IST)