Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

૨૭ સપ્ટેમ્બરે ડોટર-ડે

રવિવારે વ્હાલી- લાડલી દીકરીનો દિવસ

ડોલવાળા પર્સ, બેબીડોમ, દીકરીના લખાણવાળા મગ, સ્વીટ ડોટર અને વન્ડરફૂલ ડોટર લખેલા શોપીસ સહિતની આઈટમોનો જોહર કાર્ડસમાં ખજાનો

રાજકોટ,તા.૨૫: આગામી તા.૨૭  સપ્ટેમ્બરને રવિવારના રોજ વિશ્વભરમા ડોટર્સ ડે ઉજવણી કરવામાં આવશે. આ દિવસે વ્હાલી દીકરીને ગીફટ, કાર્ડસ આપી બીરદાવશે.

આ માટે અહીં ડો.યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહરકાર્ડસવાળા યુસુફઅલીભાઈ તથા હસનેનભાઈ તથા જોહર ગેલેરી, પ્રેમ મંદીર રોડ, ગાર્ડન સામે, કાલાવડ રોડ વાળા જોહરભાઈએ જણાવ્યુ કે ડોટર્સ- ડે માટે વ્હાલી દીકરીને શુભેચ્છા સાથે ભેટ આપવા માટે અમારે ત્યાં વર્લ્ડ બેસ્ટ ડોટર લખેલ સેસ, દીકરીને આપવા માટે સ્પે.ડોલવાળા પર્સ, વોલેટ, બેબી ડોમ, કાંડા ઘડીયાળ, ફેશન જવેલરી, બ્રેસલેટ, રીંગ, કડા વિગેરે ડોટરના લખાણવાળા ઘડીયાળ સાથે પેન સ્ટેન્ડ, રીવોલ્વીંગ ફ્રેમ ફોટો વાળી, દીકરીના લખાણ વાળા મગ, યુનીકોનની સંખ્યાબંધ વેરાયટી ઉપલબ્ધ છે.

આ ઉપરાંત કાર્ટુન વાળી ટેબલ કલોક, સ્વીટ ડોટર તથા વન્ડર ફુલ ડોટર લખેલ શોપીસમાં સંખ્યાબંધ વેરાયટીઓ, ચોકલેટ બુકે, મગ વીથ ડોલવાળુ ગીફટ બોકસ, એન્જલ (પરી)ના શોપીસ, મધર સાથે ડોટરના શોપીસ, એવોર્ડ બેસ્ટ ડોટર માટે, ગોગલ્સ, ટેડી બીયર, ડોલ ઢીંગલી આ ઉપરાંત પર્સનલાઈઝ ગીફટ બનાવી આપશુ. દીકરીને વીશ કરવા માટે વિવિધ ડીઝાઈનો લખાણ વાળા કાર્ડસ આવેલ છે. આ ઉપરાંત નાની નાની દીકરીઓ માટે જોહર ગેલેરી પ્રેમ મંદીર રોડ ખાતે નવા જ પ્રકારના રમકડાની ભવ્ય વેરાયટીઓ રાખવામાં આવેલ હોવાનું જણાવાયું છે.

(2:36 pm IST)