Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

વોર્ડ નં. રનો વિવિધ વિસ્તારો ૧.૭૪ કરોડના ખર્ચે પેવીંગ બ્લોકથી મઢાશે

કોર્પોરેટર જયમીન ઠાકર, મનીષ રાડીયા, ડો.દર્શનાબેન શાહ તથા સોફીયાબેન દલના પ્રયત્નો સફળ

રાજકોટ, તા., રપઃ મહાનગરપાલિકાના શાસકો દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ  સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે આજરોજ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં વોર્ડ નં.૦૨ના વિવિધ વિસ્તારોમાં ૧.૭૪ કરોડના પેવીંગ બ્લોક કામ મંજુર કરવામાં આવ્યા જેમાં કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર ડો.દર્શિતાબેન શાહ તથા સોફીયાબેન દલના પ્રયત્નો સફળ થયા છે. આ અંગે કોર્પોરેટરોની યાદીમાં જણાવ્યા મુજબ જેમાં, વોર્ડ નં.૦૨માં આવેલ ગીતગુર્જરી સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી, એરપોર્ટ રોડ પાસે આવેલ વંદન વાટિકા સોસાયટી, ગ્રીન પાર્ક સોસાયટી, દિવ્ય સિધ્ધી પાર્ક, શ્રીજી નગર, પત્રકાર સોસાયટી મેઈન રોડ, બહુમાળી ભવન પાછળનો રોડ, ભોમેશ્વર પ્લોટ તથા જાગૃતિ શ્રમજીવી સોસાયટી પાર્ટ વિગેરે વિસ્તારોમાં રસ્તાની સાઈડના પડખામાં રૂ.૧.૭૪ કરોડના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાનું કામ મંજુર કરાવવામાં આવ્યું. આ કામ થવાથી વિસ્તારવાસીઓને વધુ સારા રોડ રસ્તાની સુવિધા મળી રહેશે.

(3:45 pm IST)