Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સ્ટેન્ડીંગ કમીટીએ ઉંચા ભાવે કોન્ટ્રાકટો મંજુર કરી પ્રજાની તિજોરીમાં ૭ર લાખ થી વધુનું ગાબડુ પાડ્યું : કોંગ્રેસનો આક્ષેપ

ભૂગર્ભ ગટર ફરીયાદ નિકાલ કન્સલ્ટન્ટ નિમણુંક, ફર્નિચર ખરીદીની ખર્ચાળ દરખાસ્તોમાં વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાનો વિરોધ

રાજકોટ, તા. રપ : આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં ૭ જેટલી દરખાસ્તોમાં વધારાનો ખર્ચ મંજુરી કરી કમીટીએ પ્રજાની તિજોરીને ૭ર લાખથી વધુનું નુકશાન પહોંચાડયાના આક્ષેપો સાથે વિપક્ષ કોગ્રેસનાં સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ આ તમામ દરખાસ્તોમાં વિરોધ નોંધાવ્યો હતો.

આ અંગે ઘનશ્યામસિંહ જણાવ્યું હતું કે સ્ટેન્ડીંગ કમિટીમાં વોર્ડ નં. ૧૧માં નહેરૂનગર પ્રાઇવેટમાં મહાકાલી પાનથી ૧પ૦ ફૂટ રીંગરોડ સુધી ભૂર્ગભ ગટર લાઇન બદલાવવાના કામ માટે રૂ. ૧૬૧૬પ૦૦૯ મંજુર કરવામાં આવેલા તેમની સાથે એક એજન્સીને વધારાનાં રૂ. ૧૦,પ૦,૭રપ-૦૦ જેથી મોટી રકમનું ચુકવવા થઇ રહ્યા છે. તો ચુકવણામાં કોઇ ભાગીદાર છો કે શુટ કે અંધેરનગરની ગંડુ રાજા જેવી સ્થિતિ છે. માટે આ દરખાસ્તનો મારો વિરોધ છે.

જયારે સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સ્વચ્છા સર્વેક્ષણમાં રાજકોટને આગવું સ્થાન મળે તે માટે કન્સલટન્ટ મદદ લેવા માટે આ કામગીરી માટે રૂ. ૮,૭૩, ૬૩૩ ખર્ચ થવા જઇ રહ્યો છે. તો શું આપણા અટલા મોટા-મોટા પગાર ધરાવતા અધિકારીઓ  શુંઅ ા કામગીરીના કરી શકે. કન્સલટન્ટ નો નિમણુંકમાં આવા અધિકારીશ્રીઓના પગારમાંથી આ રકમ આપવાની  માટે આ દરખાસ્તનો મારા દ્વારા વિરોધ દર્શાવું છું.

જયારે કોઠારીયા રોડ પર તિરૂપતી સોસા. માં ડ્રેનેજ લાન, હા. ચેમ્બર બનાવવાના કામ માટે રૂ. ૩૩૧૬૦૦૦-૦૦ એસ્ટીમેટ મંજૂર કરવામાં આવેલો. તેમને સામે એક એજન્સીને વધારાના ૮.૬૦ ટકા વધુ ભાવ ચુકવીને રૂ. ૩૬૦૧૧૭૬-૦૦ ખર્ચની આ દરખસ્તમાં વધારાના રૂ. ર,૮પ,૧૭૬-૦૦ ચુકવવાની આ દરખાસ્તને મારો વિરોધ દર્શાવુ છે.

તેમજ સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ ૧૪ માં પ્રાઇવેરાજેશનથી ભુર્ગભ ગટર ફરીયાદનો નિકાલ કરવા માટે નવા કનૂન આપવા માટે રૂ. ૧૬,૧ર,ર૦૦ નું અંદાજપત્ર મંજૂર કરવામાં આવેલ તેમની સામે એક એજન્સીને વધારાના ર૦ ટકા વધુ ભાવ ચૂકવીને રૂ. ૧૯,૩૪,૬૪૦ ને આ દરખાસ્તમાં વધારાના રૂ. ૩,રર,૪૪૦ વધારો ચૂકવાય છે. માટે આ દરખાસ્તનો વિરોધ છે.

તેમજ વિવિધ કાર્યક્રમ માટે સુશોભન, પુષ્પહાર તેમજ પુષ્પની અન્ય બનાવટ માટેની આ દરખાસ્તમાં એજન્સીના ટકાવારીમાં ભાવ આપવામાં આવેલા છે. તો આવા ખોટા ખર્ચ બંધ કરીને મહેનત મજૂરી કરીને વેરાના પૈસા ભરતી પ્રજાના પૈસા આવા તાઇફા યોગ્ય નથી. ને આવા કાર્યક્રમમાં શણગાર શા માટે માટે ? ને આતો સાદગીપૂર્ણ રીતે કરી શકાય. હા. મહાપુરૂષોને હાર યોગ્ય છે પણ અટલી મોટી ટકાવારી આપીને કરવવા ના જઇએ. માટે ખોટા ખર્ચ સામે મારો વિરોધ છે.

આ ઉપરાંત હસ્તકના એર કન્ડીશન, વોટર કુલર, રીપેરીંગ તથા જાણવણી કામે રૂ. ૧૬.૧૧ લાખનો ખર્ચ થવા પામેલ છે. અટલો ખર્ચ પણ યોગ્ય ના હોય ગરીબ પ્રજા ના પૈસે લીલા લહેર કરતા અધિકારીગણ જે આ આપવામાં આવેલી સુવિધા ઘરની માફક વાપરે તો આવા મોટા ખર્ચમાં પણ ઘટાડો કરી શકાય. માટે આ દરખાસ્તનો વિરોધ છે.

અને વોર્ડ નં. ૭ માં પ્રાઇવેટાઝેશનથી ભુગર્ભ ગટરની ફરીયાદના નિકાલ માટે રૂ. ર૧,૮૯,૦૦૦-૦૦ ખર્ચનું એસ્ટીમેન્ટ મંજૂર કરવામાં આવેલ તેમની સામે વધારાના ૩૪ ટકા વધુ ભાવ ચુકવીને ર૯,૩૩,ર૬૦-૦૦ ખર્ચની આ દરખાસ્તમાં વધારાના રૂ. ૭,૪૪,ર૬૦-૦૦ ચુકવણી થઇ રહી છે? માટે આ દરખાસ્તનો મારા દ્વારા વિરોધ છે.

જયારે કચેરીમાં ત્રણ વર્ષ માટે મેઇન્ટે નન્સ સાથે ફર્નીચર ખરીદી કામે એક એજન્સીને ૧૪.૯૪ ટકા વધુ ભાવ ચુકવો ને ફર્નીચર ખરીદી કરવાની આ દરખાસ્તનો પણ મારો વિરોધ છે.

(3:47 pm IST)
  • મ્યુ.કોર્પોરેશનના વધુ બે ઓધિકારીઓ કોરોનાની ઝપટે ચડયા : મ્યુ.કોર્પોરેશનનાં વધુ બે અધિકારીઓ સંક્રમિત થતા ફફડાટ : ઇન્ચાર્જ સિટી ઈજનેર કોટક તથા મેડિકલ ઓફીસર વિકાસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યોઃ અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ અધિકારી, કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. access_time 3:36 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે આજે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધુ :કુલ કેસનો આંક 59 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 85,465 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,01.571 થઇ : 9,61,159 એક્ટીવ કેસ : વધુ 93,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 48,46,168 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 93,410 થયો access_time 12:51 am IST

  • ડ્રગ્સ કેસઃ એનસીબી સમક્ષ હાજર થઇ રકુલઃ મુંબઇમાં દરોડો : આજે અભિનેત્રી રકુલ પ્રિત પહોંચી છે એનસીબીની કચેરીએઃ પુછપરછ શરૃઃ દરમ્યાન મુંબઇમાં ૩ સ્થળે નારકોટીકસ બ્યુરોએ દરોડા પાડયા હોવાનું જાણવા મળે છે access_time 11:32 am IST