Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ભગવતીમાં અદ્યતન હાઇસ્કુલ બનાવવા સ્ટેન્ડિંગની લીલીઝંડી

ડે.મેયર અશ્વિન મોલીયા, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા તથા કોર્પોરેટર પરેશ પીપળીયાએ કમિટિના નિર્ણયને આવકાર્યો

રાજકોટ,તા. ૨૫:  મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા લોક વિકાસના કામો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં વોર્ડ નં.૪માં ટી.પી.-૩૧ FP ૩૧/૪ ભગવતીપરા વિસ્તારમાં નવી હાઈસ્કુલ બનાવવાનું મંજુર કરવામાં આવેલ છે. વોર્ડ નં.૪માં હાઈસ્કુલ મંજુર થતા વોર્ડ નં. ૦૪ના કોર્પોરેટર તથા ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા અને માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરેમેન અંજનાબેન મોરજરીયા તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાએ આવકારતા જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ દ્વારા રોડ-રસ્તા, લાઈટ ગટર જ નહિ પરંતુ શહેરના બાળકોના શિક્ષણ પ્રત્યે પણ જાગૃતતા દાખવવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપ વોર્ડ નં.૦૪ માં ભગવતીપરા વિસ્તારમાં વિશાળ મેદાન સાથે અદ્યતન હાઈસ્કુલ બનાવવામાં આવનાર છે. આ હાઈસ્કુલ ભગવતીપરા વિસ્તારમાં ટી.પી.-૩૧ના FP ૩૧/૪ની ૨૬,૨૦૧ ચો.મી. જગ્યામાં ૧૯.૩૮ કરોદના ખર્ચે હાઈસ્કુલ બનાવવાની કામગીરી કરવામાં આવશે.

આ હાઇસ્કુલ સજ્જ હશે અને આ વિસ્તારના બાળકોને આધુનિક હાઇસ્કુલનો લાભ શિક્ષણ ક્ષેત્રે મળી રહેશે. આ તકે વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તથા ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા અંજનાબેન મોરજરીયા તથા કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાએ તમામ પદાધિકારીઓનો અભાર વ્યકત કરેલ છે.

(3:48 pm IST)
  • ખાનગી શાળાઓનો ફીનો મુદ્દો હજુ અદ્ધરતાલ : વાલી મંડળે ૫૦%ની માંગણી કરી : શિક્ષણમંત્રીએ ૨૫%ની ફી માફીની દરખાસ્ત કરી : ફરી ૨૯મીએ શિક્ષણમંત્રી સાથે વાલીમંડળની બેઠક મળશે access_time 4:06 pm IST

  • રાજકોટ કોર્પોરેશનના સીટી ઈજનેર અને આરોગ્ય અધિકારી કોરોનાં પોઝીટીવ વધુ બે અધિકારીઓ સંક્રમિત થતા ફફડાટ:ઇન્ચાર્જ સિટી ઈજનેર કોટક નો રિપોર્ટ પોસિટીવ આવ્યો access_time 12:22 pm IST

  • ડ્રગ્સ કેસઃ એનસીબી સમક્ષ હાજર થઇ રકુલઃ મુંબઇમાં દરોડો : આજે અભિનેત્રી રકુલ પ્રિત પહોંચી છે એનસીબીની કચેરીએઃ પુછપરછ શરૃઃ દરમ્યાન મુંબઇમાં ૩ સ્થળે નારકોટીકસ બ્યુરોએ દરોડા પાડયા હોવાનું જાણવા મળે છે access_time 11:32 am IST