Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

હું બોઝ બની ગયો છું...એવું રટણ કરતાં ગાંધીગ્રામના રાજેશભાઇ ચાવડાનો આપઘાત

બિમારીથી કંટાળી ગયા હોઇ ૧૯મીએ એસિડ પી લીધુ'તું: સારવારમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૫: ગાંધીગ્રામ મહાવીરનગર-૨ લાખના બંગલા પાસે રહેતાં અને સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં રાજેશભાઇ ભાયલાલભાઇ ચાવડા (ઉ.વ.૪૮)એ ૧૯મીએ એસિડ પી લેતાં ાસારવાર હેઠળ હતાં. તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ગાંધીગ્રામના પીએસઆઇ એચ. વી. સોમૈયા અને કૃષ્ણસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર બે ભાઇમાં મોટા હતાં. તેને ઘણા સમયથી બિમારીઓ હતી. છેલ્લે હાથમાં ગેંગરીન થઇ ગયું હતું. કેટલાક દિવસથી અવાર-નવાર એવું રટણ કરતાં હતાં કે હું બોઝ બની ગયો છું, મારે મરી જવું છે...એ પછી ૧૯મીએ તે ઘરેથી બહાર ગયેલ અને એસિડની બોટલ લાવી રૂમમાં જઇ પી લીધું હતું. સારવાર કારગત ન નીવડતાં ગત મોડી રાતે દમ તોડી દીધો હતો.

(11:43 am IST)