Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

પં. દીનદયાલજી માત્ર રાજકીય નેતા નહિ પરંતુ પ્રખર ચિંતક - લેખક - વિચારક હતા : વિજયભાઇ

પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જન્મજયંતી અંતર્ગત શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાઇ : નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પંડિત દીનદયાલજી 'એકાત્મ માનવદર્શન'ના સિધ્ધાંતને કેન્દ્રમાં રાખી ગરીબમાં ગરીબ વ્યકિતના ઉત્થાન અને વિકાસના લક્ષ્યને ધ્યાનમાં રાખી વિવિધ યોજનાઓને અમલમાં મુકી રહી છે : દીનદયાલ ઉપાધ્યાયજી ભારતીય જનતા પાર્ટી માટે વૈચારિક અને નૈતિક પ્રેરણાના સ્ત્રોત હતા : કમલેશ મિરાણી

જનસંઘના સ્થાપક પંડિત દીનદયાલજીની આજે તા. ૨૫ સપ્ટેમ્બરના જન્મ જયંતિ નિમિતે શહેર ભાજપ દ્વારા સવારે આજીડેમ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પં. દિનદયાલજીના જીવન-કવન અંગે વકતવ્ય આપ્યું હતું. તે વખતની તસ્વીરમાં મેયર પ્રદિપ ડવ, કમલેશ મીરાણી, નીતિનભાઇ ભારદ્વાજ, ગોવિંદભાઇ પટેલ, ઉદય કાનગડ, ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ, પુષ્કર પટેલ, બિનાબેન આચાર્ય, વિનુભાઇ ધવા વગેરે દર્શાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૫ : જનસંઘના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાઘ્યાયજીની જન્મજયંતી અતંર્ગત દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં શહેર ભાજપ દ્વારા આજી ડેમ ખાતે પંડિત દીનદયાળ ઉપાઘ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

આ તકે વિજયભાઈ રૂપાણીએ પં. દીનદયાલ ઉપાઘ્યાયજીના જીવન–કવન પર વકતવ્ય આપતા જણાવેલ કે  પંડિત દીનદયાલ ઉપાઘ્યાય  એક પ્રખર વિચારક અને ઉત્કૃષ્ઠ સંગઠનકર્તા હતા. તેઓ ભારતીય જનસંઘના અઘ્યક્ષ હતા. તેમણે ભારતીય સનાતન વિચારધારાને યુગાનુકૂળ રૂપમાં પ્રસ્તૃત કરીને દેશમાં એકાત્મ માનવવાદ જેવી પ્રગતિશીલ વિચારધારા આપી છે. પંડિત દીનદયાલ ઉપાઘ્યાયનું સમગ્ર જીવન અને દર્શન આપણા માટે પ્રેરણારૂપ છે. એમનું રાષ્ટ્રચિંતન  માત્ર આપણને યાદ નથી રાખતા એ ચિંતનને હવે આપણા જીવનમાં ઉતારવાનો અને તેનો અમલ કરવાનો પ્રયત્ન થઈ રહયો છે. પંડિત દીનદયાલજી માત્ર એક રાજકીય નેતા ન હતા પરંતુ એક પ્રખર ચિંતક, લેખક અને વિચારક પણ હતા. તેમણે શકિતશાળી અને સંતુલિત રાષ્ટ્રવિકાસની કલ્પના કરી હતી. રાષ્ટ્ર ભારતીય ચિંતન પરંપરાના આધાર પર કઈ રીતે દુનિયામાં સર્વોચ્ચ સ્થાન પર પહોંચે અને વિકાસની પગદંડી  કઈ હોઈ શકે તેનું ચિતંન રજુ કરેલ હતુ. ત્યારે  પંડિત દીનદયાલજી સામાજીક– રાજકીય જીવનમાં સદૈવ પ્રેમભરી વાણી ઉચ્ચારતા અજાતશત્રુ જેવા હતા. પંડિત દીનદયાલજીએ  જનસંઘને વૈચારીક આધાર આપ્યો હતો. તેમના જ સૈઘ્ધાંતિક વિચારના આધાર પર ભારતીય જનતા પક્ષે નિશ્ચિત કરેલ છે. ત્યારે આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આપણા માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પંડિત દીનદયાલજીના સ્વપ્નોને સાકાર કરવા દિન–રાત પરીશ્રમ કરી રહયા છે. તેમના નેતૃત્વમાં કેન્દ્રની સરકાર સમાજ જીવનના તમામ પાસાઓને આવરી લેતા મહત્વપૂર્ણ નિર્ણય કરીને રાષ્ટ્રના નવનિર્માણ માટે કાર્યરત રહી છે. પંડિત દીનદયાલ ઉપાઘ્યાયજી સદૈવ 'એક ભારત– અખંડ ભારત'ની વાત કરતા. આજે કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩પ–અ કલમ દૂર કરી પંડિતજીના સ્વપ્નને સાકાર કર્યુ છે. પંડિતજીનો આગ્રહ ભસાંસ્કૃતિક રાષ્ટ્રવાદ 'એક જન– એક રાષ્ટ્ર' વડાપ્રધાનશ્રીએ દંભી બિનસંપ્રદાયિકતાનો  આંચળો ફગાવી અયોઘ્યામાં રાષ્ટ્રીય સંસ્કૃતીને એક સૂત્રમાં ગુંથનાર પ્રભુ શ્રીરામના જન્મસ્થાન  પર ભવ્ય  રામમંદિરનો  રાષ્ટ્રમંદિરના રૂપમાં શીલાન્યાસ કર્યો છે. વડાપ્રધાનજીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા  સરકાર પંડિત દીનદયાલજી 'એકાત્મ માનવદર્શન'ના સિઘ્ધાંતને કેન્દ્રમાં રાખી ગરીબમાં ગરીબ વ્યકિતના ઉત્થાન  અને વિકાસના લક્ષ્યને  ઘ્યાનમાં રાખી વિવિધ યોજનાઓ ને અમલમાં મુકી રહી છે.

આ તકે  કમલેશ મિરાણીએ જણાવેલ કે જનસંઘના પંડિત દીનદયાલ ઉપાઘ્યાયજી  ભારતીય જનતા પાર્ટી માટે વૈચારિક અને નૈતિક પ્રેરણાના સ્ત્રોત હતા. તદન સૌમ્ય અને સરળ  સ્વભાવના વ્યકિત હતા.રાજનિતી ઉપરાંત સાહિત્યમાં તેની ખૂબ અભિરૂચિ હતી.દેશને ભએકાત્મ માનવવાદભ નો વિચાર એ પંડિત દીનદયાળ ઉપાઘ્યાયજીની શ્રેષ્ઠતમ દેન છે.

આ તકે કમલેશ મિરાણી, રામભાઈ મોકરીયા, નિતીન ભારદ્વાજ, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ઉદય કાનગડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર,   ડો. પ્રદિપ ડવ,  બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, રક્ષાબેન બોળીયા, ડો. દર્શીતાબેન શાહ, વિનુભાઈ ધવા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. તેમજ શહેર ભાજપ ના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.  

આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય  મંત્રી હરેશભાઈ જોષી, મૌલિક પરમારએ જહેમત ઉઠાવી હતી.

(3:29 pm IST)