Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

રાજકોટમાં સાંજે 7 વાગ્યા બાદ અચાનક વરસાદનું જોરદાર ઝાપટું : અનેક વિસ્તારમાં મેઘરાજાએ રમઝટ બોલાવી : લોકોમાં નાસભાગ મચી : રસ્તાઓમાં પાણી વહયા: હજુ પણ વરસાદ ચાલુ

રાજકોટ : શહેરમાં આજે સમી સાંજે આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા બાદ  સાંજે 7 વાગ્યા બાદ અચાનક વરસાદનું જોરદાર ઝાપટું વરસ્યું હતું શહેરના અનેક વિસ્તારમાં મેઘરાજાએ રમઝટ બોલાવી હતી અચાનક તૂટી પડેલા વરસાદથી લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી ધોધમાર વરસાદને કારણે રસ્તાઓમાં પાણી વહયા હતા આ લખાઈ છે ત્યારે વરસાદ ચાલુ છે 

(7:23 pm IST)