Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

કાલે રાજકોટમાં ૦૬ સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે

પ્રથમ ડોઝ લીધાના ૮૪ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે

રાજકોટ : શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૨૬/૦૯/૨૦૨૧ના રોજ શહેરમાં નીચે મુજબની ૦૬ સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે. તમામ સેસન સાઈટ ખાતે રસીનો પ્રથમ ડોઝ તેમજ જે નાગરિકોએ કોવિશિલ્ડ રસીના પ્રથમ ડોઝ લીધાના ૮૪ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે.

જે સેસન સાઈટ ખાતે કોવીશીલ્ડ રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવશે તેમાં 
1) નાનામવા આરોગ્ય કેન્દ્ર
2) નંદનવન આરોગ્ય કેન્દ્ર
3) હુડકો આરોગ્ય કેન્દ્ર
4) સદર આરોગ્ય કેન્દ્ર
5) કબીરવન આરોગ્ય કેન્દ્ર અને
6) મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર છે તેમ જન સંપર્ક અધિકારી  રાજકોટ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે

(11:14 pm IST)