Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

શહેર એસઓજીને વધુ એક સફળતા: મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે રાજકોટના એક અને એમપીના ત્રણ શખ્સને દબોચ્યા

ઇન્ચાર્જ પીઆઈ વાય.બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ બી.સી. મિયાત્રા, એસ.વી. ડાંગર, ફિરોઝભાઈ શેખ, ધર્મેશભાઈ ખેર, રવિભાઈ વાંક, કિશનભાઈ આહીર સહિતની કામગીરી

રાજકોટ: શહેર એસઓજીએ સતત બીજા દિવસે માફક પદાર્થ પકડી લેવામાં સફળતા મેળવી છે. એસોજીના પીએસઆઇ બી.સી.મીયાત્રા તથા કર્મચારીઓ દ્વારા આશાબાપીરની દરગાહ ભગવતીપરા શેરી નં ૫ જાહેર શૌચાલય પાસેથી મેફેડ્રોનના જથ્થા સાથે ચાર શખ્સો (૧) ટીપુ સુલતાન રફીકભાઇ શેખ મુસ્લીમ ઉ.વ ૨૩ રહેવાસી- ભગવતીપરા શેરી નં ૫ આશાબા પીર દરગાહ મેઇન રોડ સરકારી સુલભ પાસે નદીના કાંઠે રાજકોટ (ર) જાવેદખાન હમીદખાન પઠાણ મુસ્લીમ ઉ.વ ૩૦ રહેવાસી- બારખેડા ગામ ભેંસાસુરી માતાયના મંદીર સામે તા.પીપલોદા જી રત્લામ (એમ પી) (૩) ફારૂક ફીરોજખાન પઠાણ મુસ્લીમ ઉ.વ ૨૩ રહેવાસી-ઇન્દ્રા કોલોની નવી મસ્જીદની પાસે સસરા ફરીદખાનના મકાનમાં નાગડા શહેર ઉજૈન (એમ.પી) તથા (૪) આમીરખાન ઇલ્યાસખાન ખાન મુસ્લીમ-ઉ.વ ૨૮ રહેવાસી- નાગડા બાલારામ કી કુટીયા નગરપાલીકાની બાજુમાં ઉજ્જૈન (એમ.પી)ને પકડી લીધા છે. 

આ શખસો પાસેથી રૂ. ૨.૩૮ લાખનું મેફેડ્રોન ડ્રગ્સ, ત્રણ મોબાઈલ કબ્જે કરાયા છે.

પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ તથા ખાસ પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ શ્રી બી.બી.બસીયા તરફથી રાજકોટ શહેરમાં નાર્કોટીકસ પદાર્થની હેરાફેરી કે વેચાણ કરતા અને અસામાજીક પ્રવૃતિ આચરનારા કે આ પ્રકારના નાર્કોટીકસ પદાર્થનું ખરીદ વેચાણ કરતા કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સબંધે રાજકોટ શહેર પોલીસ પ્રતિબધ્ધ હોય જે અન્વયે એસ.ઓ.જી. શાખાના ઇનચાર્જ પો.ઇન્સ. વાય.બી.જાડેજાની સુચનાથી પો.સ.ઇ. બી.સી.મીયાત્રા પો.સ.ઇ. એસ.વી.ડાંગર, એ.એસ,આઇ. ધર્મેશભાઇ ખેર, એ.એસ.આઇ. ફીરોઝભાઇ શેખ, એ એ.આઇ., રવીભાઇ વાંક, હે.કો. કિશનભાઇ આહીર,  ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

પ્રાથમીક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી વાય.એચ દવેએ અભિપ્રાય આપ્યો હતો.

(11:20 am IST)