Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ભારત - પાકિસ્તાનના હાઈવોલ્ટેજ મેચ : રાજકોટના ક્રિકેટ રસિકોમાં જબરો ઉત્સાહ : લાઈવ નિહાળવા જાહેર આયોજન

રાજકોટ :  ટી-20 વર્લ્ડકપમાં આજે એશિયાના બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાનની ટક્કર જામી હતી આ બંને દેશોનો મુકાબલો હોય ત્યારે માત્ર ભારત કે પાકિસ્તાન જ નહીં સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકોની નજર તેમના પર હોય છે. ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકથી દુબઈમાં આ મુકાબલો શરૂ થયો હતો પરંતુ ક્રિકેટ પ્રેંમીઓમાં સવારથી જ ભારે ઉત્સાહ જોવાયો હતો રાજકોટમાં કેટલીક  જગ્યાએ લાઈવ મેચ નિહાળવા વ્યવસ્થા કરાઈ હતી જેમાં રૈયા રોડ પર સુભાસનગરમાં મેચ નિહાળતા ક્રિકેટ પ્રૅમીઓ નજરે પડે છે ( તસ્વીર સંદીપ બગથરીયા )

(9:44 pm IST)