Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ભુજ જીલ્લાના હોદેદારોની બેઠક યોજાઇ

રાજકોટ તા. ર૩ :.. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન શ્રી ઇમરાન પ્રતાપગઢીની સુચનાથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોટીરી ડીપાર્ટમેન્ટના ગુજરાત પ્રભારી અનુરોધ જૈન, પ્રદેશ ચેરમેન વઝીરખાન પઠાણ, વાઇસ ચેરમેન ઇમ્તીયાઝ કાદરીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર-કચ્છના શહેર જીલ્લાના ચેરમેનો તેમજ મુખ્ય આગેવાનોની વ્યકિતગત મુલાકાત કરીને સંગઠન મજબુત કરવા બાબતે ચર્ચા વિચારણા કરી હતી.

સંગઠન વધુ મજબુત કરવા આવાહન કરીને માર્ગદર્શન આપેલ હતું. આ તકે ઇરફાન પીરઝાદા, ડો. શહેનાઝબેન બાબી, યુસુફ સોપારીવાલા, રહીમ સોરા, શહેર પ્રમુખ અશોક ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, શહેર કોંગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન યુનુસ જુણેજા, જીલ્લા ચેરમેન બસીર પરમાર, વાઇસ ચેરમેન ઇમરાન પરમાર, બાબો ગુડલક, ઝાહીર સુમા, હમીદ દલ, ઇબ્રાહીમ સોરા, રહીમ સાડેકી, આમદ જીંદાણી, આસીફ કારવા, નવાબભાઇ, મિલીન્દ મુલતાની, જીતુભાઇ ગોડા, બુખારીબાપુ, અજીતભાઇ જુણેજા, અનવર ઓડીયા, સલીમ કારીયાણી, સતારભાઇ નકાણી, સિકંદર ડાકોરા, રહીમ નકાણી, હારૂનભાઇ ઠેબા હાજર રહેલ હતાં. આ મીટીંગનું સંચાલન યુસુફભાઇ સોપારીવાલાએ કરેલ તેમજ આભાર વિધી યુનુસ જુણેજા દ્વારા કરવામાં આવેલ.

(2:51 pm IST)