Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સરગમ પરિવાર દ્વારા દુધ પૌવાના સ્વાદ સાથે શરદ પૂનમની ઉજવણી

રાજકોટ : શરદ પૂર્ણિમાની ચાંદની શીતળતામાસરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના આજી ડેમ પાસે આવેલા શ્રીનાથજી ફાર્મ હાઉસમાં સરગમ લેડીઝ કલબ અને જેન્ટ્સ કલબના કમિટી મેમ્બરો તથા આમંત્રિતો માટે શરદ પૂનમની રઢીયાળી રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં જાણીતા ઉદ્યોગપતિ પ્રતાપભાઈ પટેલ અને કિરીટભાઈ આદ્રોજા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. ડેલાવાળા પરિવારના ૨૫ જેટલા સભ્યોએ પણ ઉત્સાહપૂર્વક ગરબામાં ભાગ લીધો હતો. સફેદ વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ મોડે સુધી ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ સૌએ દૂધ પૌવાનો સ્વાદ પણ માણ્યો હતો. શરદ ઉત્સવના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ રાજભા ગોહિલ, મનસુખભાઇ ધંધુકિયા, રાજેન્દ્રભાઈ શેઠ, લેડીઝ કલબના નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, સુધાબેન ભાયા, ગીતાબેન હીરાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(2:57 pm IST)