Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

યુનિવર્સિટી રોડ ઍપાર્ટમેન્ટના ફલેટમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ૪ ઝડપાયા

પીઍસઆઇ ઍ.બી.જાડેજાની બાતમી : ફલેટમાં ભાડે રહેતા હિરેન પરમાર તથા દિનેશ પતરીયા, અંકિત ડઢાણીયા તથા કિશન કડીવારની ધરપકડ ઃ ૬ મોબાઇલ, ટીવી, સેટઅપ બોકસ મળી ૪૭ હજારની મત્તા કબ્જે

રાજકોટ તા. ૨૫ : યુનિવર્સિટી રોડ પર આવેલા જય એપાર્ટમેન્ટના ફલેટમાં યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ફલેટ માલીક સહિત ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર આવેલા જય એપાર્ટમેન્ટમાં કેટલાક શખ્સો ૨૦-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની પીએસઆઇ એ.બી.જાડેજાને બાતમી મળતા પી.આઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ જય એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૩માં દરોડો પાડી ઇન્ડિયા - પાકિસ્તાનના ૨૦-૨૦ ક્રિકેટ મેચ સટ્ટો રમતા ફલેટ ભાડે રાખનાર હિરેન ભુપતભાઇ પરમાર (રહે. જય એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૩ તથા ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ૭૨૬ ભગતસિંહ ગાર્ડન પાછળ) તથા વાંકાનેર ગાયત્રી મંદિર રોડ પર આરોગ્યનગર શેરી નં. ૨ના દિનેશ રામસીંગભાઇ પતરીયા, જામજોધપુરના વડાળા હાલ યુનિવર્સિટી રોડ યોગેશ્વર પાર્ક શેરી નં. ૧ માં રહેતો અંકિત અશ્વિનભાઇ ડઢાણીયા તથા જામજોધપુર રેલવે સ્ટેશન રોડ મનહર કોમ્પલેક્ષની બાજુમાં રહેતો કિશન મહેન્દ્રભાઇ કડીવારને પકડી લઇ રૂ. ૧૫૦૦૦ની કિંમતનું ટીવી, સેટઅપ બોકસ તથા રૂ. ૩૨૦૦૦ની કિંમતના છ અલગ-અલગ મોબાઇલ મળી રૂ. ૪૭૫૦૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીઆઇ એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ મિયાત્રા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, બલભદ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દિપકભાઇ ચૌહાણ તથા બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

(3:13 pm IST)