Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

મચ્છર જન્ય રોગચાળાનો હાહાકાર : ડેંગ્યુના ૫૦ કેસ મચ્છર ઉત્પતિ સબબ ૧૧૫૭ને નોટીસ : ૪૮ હજારનો દંડ

રાજકોટ : મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે. જે અન્વયે તા. ૧૮ થી તા. ૨૪ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ ૭૩,૧૮૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૬,૯૦૭ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૭૦૧ પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કુલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ - વાડી - પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ. જેમાં બાંધકામ સાઇટ, ઇન્ડસ્ટ્રીઝ સહિત કચ્છ ઉત્પતિ સબબ ૧૧૫૭ નોટીસ આપી રૂ. ૪૮,૦૫૦ નો વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

રાજકોટ તા. ૧૮ :શહેરમાં કોરોનાં હવે લગભગ કાબુમાં આવી ગયો છે પરંતુ ં મચ્છરજન્ય રોગચાળાએ માથું  ઉંચકતા છેલ્લા ૭ દિવસમાં ડેન્ગ્યુ,  મેલેરિયાના ૫૨ કેસ નોંધાયા છે. શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧૮  થી તા. ૨૪  ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના ૫૦ તથા મેલેરીયાના ૨ તથા ચિકનગુનિયાના ૦ સહિત કુલ ૫૨ કેસ નોંધાતા સીઝનનાં ડેન્ગ્યુના ૨૧૪, મેલેરીયાના ૪૪ તથા ચિકનગુનિયાનાં ૧૯ કેસ નોંધાયા છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો દિવસે ને દિવસે આંતક ફેલાવતા તંત્ર ઉંધે માથે થયુ છે. ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયાના કેસ નોંધાયેલ વિસતારોમાં ફોગીંગ, મચ્છર

(3:31 pm IST)