Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

રાજકોટ જિલ્લાના ગામોમાં પી.એમ.કેર ફંડમાંથી ૧૦ ઓકિસજન મશીનની ફાળવણી

રાજકોટ : જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર જણાવે છે કે, કોરોનાના કપરા કાળમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારે ફ્રી રસીકરણ ગરીબ પરિવારોને મફત અનાજ વિતરણ જેવા અનેકાનેક લોક કલ્યાણ કારી પગલાઓ લઇ કોરોનાનો સામનો કર્યો છે. જનતાની આરોગ્યની સુખાકારીના હિતમાં કોવિડ-૧૯ રોગચાળાની પરિસ્થિતિમાં અમુલ્ય માનવ જીવન બચાવી શકાય અને આવા દર્દીઓને ઓકસીજનના અભાવે કોઇ વિકટ પરિસ્થિતિમાં મુકવવું ન પડે તે માટે ઉત્તમ ગુણવતાયુકત ૪૩ નંગ ૧૦ લીટરના ક્ષમતાવાળા ઓકસીજન કોન્સનટ્રેટર રાજકોટ જીલ્લાને ફાળવેલા છે. ત્યારે પ્રધાનમંત્રશ્રી નરેન્દ્રભાઇ મોદીના આ નિર્ણયને આવકારી અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.  આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર, કારોબારી ચેરમેન  સહદેવસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઇ દાફડા, સિંચાઇ સમિતીના ચેરમેન જેન્તીભાઇ બરોચીયા, રાજાભાઇ ચાલવડા, બાલુભાઇ વિંઝુડા, મુખ્ય આરોગ્ય અધિકારી ડો.નીલેશ પી.શાહ, જીલ્લા આર.સી.એચ.અધિકારી, ડો. મિતેશ ભંડેરી, આરોગ્ય શાખા વહીવટી અધિકારી ડી.પી.ગોંડલિયા વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:40 pm IST)