Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

નરાધમ પતિ પત્નિ ઉપર ૮-૮ વર્ષ ભયાનક જુલ્મ ગુજાર્યા : સંતાનો સાથે કાઢી મુકી

પતિ કહે છે ૩૫ દેશમાં ફર્યા : ૧૭ વર્ષનું લગ્નજીવન

રાજકોટ : અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં રહેતી પત્ની પર આઠ વર્ષ સુધી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર પતિની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ચુકાદામાં નોંધયુ હતુ કે,  પતિ આઠ વર્ષ સુધી પત્ની પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતો હતો. આરોપી સામે ગુનાની તપાસ જારી છે. આરોપીએ બેંકમાંથી પત્નીના પૈસા ઉપાડયા બાદ સંતાનો સાથે કાઢી મુકી છે. ત્યારે આવા કેસમાં આરોપીને આગોતરા જમીન પર મુકત કરી શકાય નહી. નોંધનીય છે કે પતિએ જામીન અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, પત્નીને ૩૫ દેશોમાં ફરવા લઇ ગયો છુ. ૧૭ વર્ષનું લગ્નજીવન છે. ખોટી ફરીયાદ કરવામાં આવી છે તેથી જામીન આપવા જોઇએ.

અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે, આરોપી છેલ્લા ૮ વર્ષથી પત્નીને ત્રાસ આપી  રહ્યો છે. તેની પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી રહ્યો છે. ફરીયાદીએ જાતે વાંધો રજૂ કર્યો છે. જેમાં એવી દલીલ છે કે, ત્રણ વખત મીસ કેરેજ ગયા બાદ ડોકટરે પતિને સારસંભાળ રાખવા કહ્યુ હતુ છતા પતિને સાર સંભાળ રાખવા કહ્યુ હતુ. છતા પતિ અવારનવાર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતો હતો. આરોપીએ ફરીયાદી પત્નીના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડયા બાદ કાઢી મુકી છે. આરોપી સામે તપાસ જારી છે. આવા કેસમાં આરોપીને જામીન પર મુકત કરવામાં આવે તો તપાસમાં વિક્ષેપ ઉભા કરે તેવી શકયતા છે ત્યારે આરોપીને જામીન પર મુકત ન કરવો જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે પતિની અરજી ફગાવી દીધી છે.

(3:43 pm IST)