Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ભાજપ કાર્યકરો માટે સાસણનો અભ્યાસ વર્ગ યાદગાર બની રહ્યોઃ કમલેશ મિરાણી

ભારતની વૈચારીક મુખ્યધારા, ભાજપનો ઇતિહાસ અને વિકાસ સહિતના મુદ્ે બ્રિજેશભાઇ મેરજા, ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, હિરેનભાઇ હિરપરા, નંદૂબેન જીમ્મર સહિતના આગેવાનોનું ઉદ્બોધન

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરની એક સંયુકત અખબારી યાદીમાં જણાવેલ કે કાર્યકર્તાઓની કાર્યક્ષમતામાં વધારો થાય  અને ભાવિ નેતૃત્વ વધુ સારી રીતે  જવાબદારીઓનું વહન કરી શકે તે માટે તેમને સુસજજ અને તૈયાર તે વિચારને કેન્દ્રમાં રાખી જનસંઘના કાળથી કાર્યકર્તા પ્રશિક્ષણ તથા બુથ સશકિતકરણને મહત્વ આપવામા આવતુ હોય છે ત્યારે રાજકોટ મહાનગર માટે સાસણગીર ખાતે આવા એક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ હતુ. ત્યારે આ પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશ ભાજપમાંથી વિવિધ વિષયો ઉપર જેમ કે આજના ભારતની વૈચારીક મુખ્ય ધારા– આપણી વિચારધારા, વ્યકિતત્વ વિકાસ, ભાજપાનો ઇતિહાસ અને વિકાસ, આપણો વિચાર પરિવાર, બદલાયલ પરિસ્થિતિમાં ભાજપાનું દાયિત્વ અને વર્તમાન સમયમાં ભાજપાની વિશેષતાની સમજ, સહીતના  વિષયો ઉપર પ્રદેશમાંથી વકતાઓએ માર્ગદર્શન પુરૂ પાડયું હતું. બીજા દિવસે સત્ર–૬માં વકતા અને રાજયના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ભરાજય સરકારની ઉપલબ્ધીભ વિષય પર વકતવ્ય આપેલ. ત્યારે સત્રના અઘ્યક્ષ સુરેન્દ્રસિહ વાળા અને સંત્રસંચાલક તરીકે પરેશ હુંબલ રહયા હતા. તકે સત્ર–૭ના વકતા હિરેનભાઈ હીરપરાએ ભ ર૦૧૪ પછી ભારતની રાજનીતિમાં આવેલ બદલાવભ વિષય પર વકતવ્ય આપેલ. આ સત્રના અઘ્યક્ષ ભાનુબેન બાબરીયા અને સત્ર સંચાલન અશોક લુણાગરીયાએ કરેલ.સત્ર–૮ના વકતા તરીકે પ્રદિપભાઈ ખીમાણીએ ભઆપણી કાર્યપઘ્ધતી–સંગઠન સંરચનામાં આપણી ભુમિકાભ વિષય વકતવ્ય આપેલ. સત્રના અઘ્યક્ષ પરેશભાઈ ગજેરા અને સત્રનું સંચાલન મનુભાઈ વઘાશીયાએ કરેલ. સત્ર–૯ વકતા શૈલેષભાઈ પરમારે મીડીયાનો વ્યવહાર અને ઉપયોગ વિષય વકતવ્ય આપેલ. સત્ર અઘ્યક્ષ તરીકે વિનુભાઈ ઘવા અને સત્ર સંચાલન રઘુભાઈ ધોળકીયાએ કરેલ.સત્ર–૧૦ના વકતા ગૌરાંગભાઈ ચાવડાએ ભારત વૈશ્વિક પરીદ્રશ્ય  વિષય પર વકતવ્ય આપેલ. સત્રના અઘ્યક્ષ નિતીન ભુત અને સત્ર  સંચાલન રાજુભાઈ બોરીચાએ કરેલ.સત્ર–૧૧ ના વકતા જયંતીભાઈ કવાડીયાએ   આત્મનિર્ભર ભારતનો સંકલ્પ વિષય વકતવ્ય આપેલ. સત્ર અઘ્યક્ષ તરીકે કિશોર રાઠોડ અને સત્ર સંચાલન વિક્રમ પુજારાએ કરેલ. સત્ર–૧ર ના વકતા નંદુબેન ભમ્મરએ સોશીયલ મીડીયા નો ઉપયોગ વિષય વકતવ્ય આપેલ. સત્રના અઘ્યક્ષ જીતુભાઈ કોઠારી અને સત્ર સંચાલન અશ્વીન મોલીયા રહયા હતા. અંતિમ દિવસે સત્ર–૧૩ ના વકતા અને ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ ભસુરક્ષા સામર્થ્યભ વિષય વકતવ્ય આપેલ. સત્રના અઘ્યક્ષ તરીકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને સત્ર સંચાલન મહેશ રાઠોડએ કરેલ. સત્ર–૧૪ના વકતા ચંદ્રશેખરભાઈ દવે એ ભાજપનો ઈતિહાસ અને વિકાસ વિષય પર વકતવ્ય આપેલ. સત્રના અઘ્યક્ષ અનિલભાઈ પારેખ અને સત્ર સંચાલન પ્રફુલભાઈ કાથરોટીયાએ કરેલ. સમાપન સત્રના વકતા અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજે વ્યકિતત્વ વિકાસ  વિષય પર વકતવ્ય આપેલ.સત્રના અઘ્યક્ષ નરેન્દ્રસિહ ઠાકુર  અને સત્ર સંચાલન જીતુ કોઠારીએ કરેલ.  આ પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા બદલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓનો જાહેર આભાર વ્યકત કરેલ હતો 

(3:44 pm IST)