Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

મવડી માયાણીનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા રાજેશ અને પ્રશાંત પકડાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ રોકડ તથા ૩ મોબાઇલ મળી એક લાખની મત્તા કબ્જે

રાજકોટ તા. રપ : શહેરના મવડી પ્લોટમાં આવેલ માયાણીનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ મવડી પ્લોટ વિશ્વનગર મેઇન રોડ પર માયાણીનગર શેરી નં. પ ની સામે બે શખ્સો ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ નગીનભાઇ ડાંગર તથા ભાવેશભાઇ ગઢવીને મળેલી બાતમીના આધારે દરોડો પાડી ટી ટવેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા રાજેશ ઉર્ફે રાજુ ગોવિંદભાઇ ગોહેલ (ઉ.૪ર) (રહે. મવડી પ્લોટ માયાણીનગર-પની સામે) પ્રશાંત અશોકભાઇ જોબનપુત્રા (ઉ.૩૩) ને પકડી લઇ રૂ.૩૮૦૦ રોકડા તથા ત્રણ મોબાઇલ ફોન મળી રૂ.૧,૦૮,૮૦૦ની મતા કબજે કરી હતી આ કામગીરી પી.એસ.આઇ. પી.એમ.ધખડા, હેડ કોન્સ. મયુરભાઇ પટેલ, અમીતભાઇ અગ્રાવત, સિધ્ધરાજસિંહ, વિરેન્દ્રસિંહ, નગીનભાઇ, સંજયભાઇ તથા પ્રદિપસિંહ દ્વારા કરવામાં  આવી હતી.

(4:10 pm IST)