Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

૨૯મીથી ચીમનભાઇ શુકલ ઓપન સૌરાષ્ટ્ર ૭- સાઇટ ફુટબોલ ટુર્નામેન્ટ

સૌરાષ્ટ્રમાંથી નામાંકીત ટીમો ભાગ લેશેઃ વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘના નેજા હેઠળ આયોજન

રાજકોટઃ વે.રે. મઝદુરસંઘ દ્વારા તા.૨૯ થી ૩૧ ઓકટોબર સુધી રેલ્વે લોકો કોલોની, રાજકોટ ખાતે ઓપન સૌરાષ્ટ્ર ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન ન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટ ગુજરાત ભાજપના અગ્રણી અને ભૂ.પૂ. રાજયસભાના સાંસદશ્રી ચીમનભાઇ શુકલની યાદીમાં આયોજન કરેલ છે. આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રમાંથી નામાંકીત ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા શ્રી હિરેનભાઇ મહેતા અને કશ્યપભાઇ શુકલના માર્ગદર્શન હેઠળશ્રી મયુરસિંહ, અજય ભટ્ટ, પ્રીન્સ પુન, યોગેશ પરમાર, એચ.પી. સીંગ, અનીલ નાયર, કલ્પેશ ચુડાસમા તથા કેશુભાઇ રાજેશ પાંડે સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહયા છે.  આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે  જે ટીમ ઇચ્છતી હોય તેમને પોતાની એન્ટ્રી શ્રી મયુરસિંહ મો.૯૭૨૪૦ ૭૪૪૦૫, શ્રી અજય ભટ્ટ મો.૯૮૭૯૫ ૭૭૯૯૪નો સંપર્ક કરવો.  ટુર્નામેન્ટનો પ્રારંભ તા.૨૯ના રોજ સાંજે ૪ વાગ્યે થશે. રાજકોટની રમત ગમત તેમજ ફુટબોલ પ્રેમી-જનતાને આ ટુર્નામેન્ટ નિહાળવા આમંત્રણ અપાયું છે. 

(4:15 pm IST)