Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ગ્રામ પંચાયત ચૂંટણીઃ રાજકોટ જીલ્લામાં ૧૩૦૦ મતદાન મથકોઃ ૮ લાખ ૭૦ હજાર મતદારોઃ ર૭૦૦ મતપેટી જોઇશે

એક મતદાનમથક દીઠ વધુમાં વધુ ૧ર૦૦ મતદારોઃ મતપેટી-શાહીની બોટલ માટે મામલતદારોને દોડધામ...

રાજકોટ તા. ર૪: આગામી ર૪મી નવેમ્બરથી રાજકોટ શહેર-જીલ્લાની પ૪૮ ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીના પડઘમ શરૂ થઇ જશે, અને ૧૯મી ડીસેમ્બરે મતદાન થશે.

રાજકોટ શહેર-જીલ્લાની પ૪૮ ગ્રામ પંચાયત અંગે પ્રાંત ઓફીસરો અને મામલતદારો દ્વારા તૈયારીઓ અંગે કાર્યવાહી શરૂ થઇ છે, સ્ટાફના ઓર્ડરો-તાલીમનો તખ્તો ગોઠવાયો છે.

રાજકોટ જીલ્લામાં પ૪૮ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ૧૩૦૦ મતદાન મથકો રહેશે, ૮ લાખ ૭૦ હજાર મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરશે, દરેક મતદાન મથકમાં બે મતપેટી રહેશે, એટલે કૂલ ર૭૦૦ મતપેટીની જરૂરિયાત ઉભી થઇ છે, એટલી જ શાહીની બોટલ જોઇશે, આ બંને માટે મામતલદારો દોડધામ કરી રહ્યા છે, મતપેટીની ભારે અછત છે, ઘણા ક્ષેત્રમાં મતપેટીઓ તૂટેલી હોવાનું બહાર આવ્યું છે.

ચૂંટણી સૂત્રોના કહેવા મુજબ એક મતદાન મથક દીઠ વધુમાં વધુ ૧ર૦૦ મતદારો રાખી શકાશે, દિવ્યાંગો માટે અલગથી વ્યવસ્થા થશે, મતદાન મથક બહાર પાણી-છાંયડો-ચૂસ્ત પોલીસ બંદોબસ્તની સુરક્ષા અપાઇ છે.

(9:39 am IST)