Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

સિવિલ હોસ્પિટલ જુનિયર ડોકટર એસોસિએશનની રજૂઆત ફળીઃ કામચલાઉ રસ્તો બનાવવામાં આવ્યો

હોસ્પિટલ તંત્રવાહકોએ જે કામ ન કર્યુ તે મ્યુ. કોર્પોરેશન તંત્રએ કર્યુ

રાજકોટઃ  સિવિલ હોસ્પિટલના પ્રવેશદ્વારે જ રસ્તા પર મોટા ખાડા પડી ગયા હોઇ તેના કારણે વાહનો, સ્ટ્રેચર હંકારામાં ભારે હાલાકી પડતી હતી. આ રસ્તો રિપેર કરવા પીડીયુ મેડિકલ કોલેજ જુનિયર ડોકટર એસોસિએશન રાજકોટ દ્વારા અનેક રજૂઆતો થઇ હતી. પરંતુ અંતે આર.એમ.સી.એ આ કામ કર્યુ છે. જેડીએના પ્રમુખ ડો. રવિ કોઠારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલના જામનગર રોડ તરફના પ્રવેશ દ્વારના ખાડા વાળા રસ્તાને કારણે પડી રહેલી હાલાકીમાં થોડા અંશે રાહત થઈ છે. જેનો સંપૂર્ણ શ્રેય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાય છે. કારણ કે વહીવટી રીતે આ કામ સિવિલ હોસ્પિટલ તંત્ર હેઠળ આવતુ હોવા છતાં આટલા મહિનાઓ પછી પણ તંત્રે આંખ આડા કાન જ કર્યા રાખ્યા હોઈ આખરે મ્યુ. કોર્પોરેશન તંત્રએ જુનિયર ડોકટર એસોસિએશનની રજૂઆતને ધ્યાનમાં રાખી માનવતા ખાતર હંગામી ધોરણે રસ્તાને વાપરવા લાયક કરી આપ્યો છે. આ માટે જેડીએ દ્વારા આભાર વ્યકત કરાયો હતો. બાકીના કામમાં સિવિલના તંત્રવાહકો અને સંબંધીત સરકારી તંત્ર ધ્યાન આપે તેવી આશા તબિબો રાખી રહ્યા છે. તસ્વીરમાં રીપેર થયા પછીનો રસ્તો જોઇ શકાય છે.

(2:54 pm IST)