Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

રાત્રે અકસ્માત નિવારવા મનપા દ્વારા ઝીબ્રા ક્રોસીંગના પટ્ટા લગાવાયા

રાજકોટઃ મહાનગરપાલિકાની ટ્રાફિક ટ્રાન્સપોર્ટ એન્ડ ર્પાકિંગ શાખા દ્વારા હેવી ટ્રાફિકવાળા રસ્તાઓ પર અકસ્માત નિવારી શકાય તથા રાત્રીનાં સમયે દુરથી આવતા વાહનો માટે સહેલાઈથી દેખાઈ શકે તે માટે ઝીબ્રા ક્રોસીંગનાં પટ્ટા લગાડવાની તેમજ સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જેથી માર્ગ અકસ્માત થવાની શક્યતા નિવારી શકાય  તે માટે તા.૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે.  ઈસ્ટ ઝોનમાં આજી ડેમ ચોકડી અને કુવાડવા રોડ પર સ્પીડ બ્રેકર પર ઝીબ્રા ક્રોસીંગના પટ્ટા લગાડવાની કામગીરી,  સેન્ટ્રલ ઝોનમાં ઢેબરભાઈ રોડ, લીમડા ચોક, વાણિયાવાડી અને ગોંડલ રોડ પર ઝીબ્રા ક્રોસીંગનાં પટ્ટા લગાડવા, સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. જયારે  વેસ્ટ ઝોનમાં આકાશવાણી ચોકમાં સર્કલ રીપેરીંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

(3:00 pm IST)