Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

રાજકોટ પંથકમાં ઍક પક્ષે નાણાની કોથળી ખુલ્લી મૂકયાની ભારે ચર્ચા

રાજકોટ : ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોની ચૂંટણી માટે પ્રચાર હવે પરાકાષ્ટાઍ છે કે ત્યારે કુબેરના ભંડાર જેટલી અસિમિત નાણાકીય શકિત ધરાવતા ઍક પક્ષ દ્વારા ગઈકાલે રાજકોટ મીડીયા જગતના ચોક્કસ લોકોનો ખાનગીમાં સંપર્ક સાધી વ્યકિતગત રીતે ખૂબ મોટી પ્રસાદીની લ્હાણી અપાયાની ચર્ચાથી ભારે ચકચાર સર્જાઈ છે. મીડિયા જગતના જ સંભવતઃ બે દિગ્ગજા દ્વારા સેતુ રચી રાજીપો સર્જવામાં આવ્યાની સુમાહિતગાર વર્તુળોમાં ચર્ચા છે. કેટલીક ચેનલોના માલિકોના કાને વાત પહોîચતા છાને ખુણે તપાસ શરૂ થયાની અને ઍક-બે દિમાં મોટી નવાજૂની સર્જાય તેવી ચર્ચા પણ જામી છે.

(3:59 pm IST)