Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

કુવાડવામાં ટ્રક નીચે સુતેલા મારવાડી આધેડ મેઘાભાઇના માથા પર વ્‍હીલ ફરી વળતાં મોત

રામપર બેટીમાં રહી કચરો વીણતાં હતાં: ચાર સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા.૨૪: કુવાડવા ગામ નજીક હાઇવે પર હોલ્‍ટ થયેલા ટ્રક નીચે સુઇ ગયેલા રામપર બેટી ગામે રહેતાં મારવાડી આધેડનું માથા પર ટ્રકનું વ્‍હીલ ફરી વળતાં માથું છુંદાઇ જતાં ઘટના સ્‍થળે જ મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ કુવાડવા ગામમાં હાઇવે પર કોઇ ટ્રક ઉભો હોઇ તેની નીચે રામપર બેટી ગામે રહેતાં અને કચરો વીણવાની મજૂરી કરતાં મેઘાભાઈ લાલાભાઇ ભાટી (મારવાડી) (ઉ.૪૫) સુઇ ગયા હતાં. આ અંગે ટ્રક ચાલક અજાણ હોઇ તેણે ટ્રક ચાલુ કરી હંકારી મુક્‍યો હતો અને નીચે સુતેલા મેઘાભાઇના માથા પર વ્‍હીલ ફરી વળતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું.  બનાવની જાણ થતાં કુવાડવાના પીએસઆઇ જે. કે. પાંડાવદરાએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

 મૃત્‍યુ પામનારને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. બનાવની જાણ થતાં કુવાડવા સરપંચ સંજયભાઇ પીપળીયા સહિતે પહોંચી પોલીસને જાણ કરી હતી. બામણબોરથી બાબુલાલ ડાભીએ વિગતો જણાવી તસ્‍વીરો મોકલી હતી.

(11:48 am IST)