Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

મોરબીમાં પ્રેમપ્રકરણના ડખ્‍ખામાં રવિનું અપહરણ કરી ધોકાવી છરીના ઘા ઝીંકાયા

યુવતિના ભાઇ સહિતે વાત કરવાના બહાને બોલાવ્‍યા બાદ નવલખી રોડે લઇ જઇ ફટકાર્યોઃ યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૪: મોરબીમાં રણછોડનગર સોસાયટી શેરી નં. ૨માં રહેતાં રવિ સવજીભાઇ ખાખરીયા (ઉ.વ.૨૯) નામના યુવાન પર નવલખી રોડ પર છરીથી હુમલો કરી સાથળ-પેટમાં ઘા ઝીંકી દેવામાં આવતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ મોરબી બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

રવિના કહેવા મુજબ તે છુટક મજૂરી કરે છે અને તેના છુટાછેડા થઇ ગયા છે. પોતાને વિજય, હિતેષ સહિતના શખ્‍સોએ વાત કરવાના બહાને બોલાવ્‍યો હતો અને બાદમાં બાઇકમાં બેસાડી નવલખી રોડે લઇ જઇ મારકુટ કરી છરીથી હુમલો કર્યો હતો. અગાઉ પોતાને વિજયની બહેન સાથે પ્રેમસંબંધ હોઇ તેના મનદુઃખને કારણે અપહરણ કરી હુમલો કરવામાં આવ્‍યાનો આક્ષેપ તેણે કરતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:52 am IST)