Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

યુવા સેના દ્વારા ગરમ કપડાનું વિતરણ કરાશે

રાજકોટ તા. ૨૪ : શિયાળાની ઋતુમાં જે લોકો નિઃસહાય અવસ્થામાં ઠુઠવાતા હોય તેવા જરૃરતમંદ લોકોને યુવા સેના ટ્રસ્ટ દ્વારા ગરમ સ્વેટર, ટોપી, ગોદડા, ધાબળાનું વિતરણ કરાશે. આ સેવાયજ્ઞમાં સહયોગી બનવા ઇચ્છુકોએ ઉપયોગમાં ન હોય તેવા ગરમ વસ્ત્રોનું દાન કરવા કે આર્થીક સહયોગ કરવા ભોલેનાથ સોસાયટી શેરી નં. ૪, અંકુર વિદ્યાલય રોડ, ગુરૃપ્રસાદ ચોક પાસે યુવા સેના ટ્રસ્ટના કાર્યાલય ખાતે સંપર્ક કરવા પ્રદ્યુમનસિંહ ઝાલા (મો.૯૯૧૩૩ ૧૦૧૦૦) ની યાદીમાં જણાવાયુ છે.

(3:58 pm IST)