Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

અરડોઇ ગામ પાસે ગર્ભવતી મહિલાની ૧૦૮ની ટીમે ડીલેવરી કરાવી

 

રાજકોટ : અરડોઇ ગામમાં રહેતા અનિલભાઇ નામના વ્યકિતનો ૧૦૮ માં કોલ આવેલ કે પોતાની વાડીમાં પત્ની શાંતાબેનને ડિલિવરીનો દુઃખાવો ઉપડયો છે. તેમ જણાવતા શાપરની ૧૦૮ ની ટીમે તાકીદે સ્થળ પર પહોંચી ઇએમટી ડો. યાશીનભાઇ દલ અને પાઇલોટ આકાશભાઇ પંડીયાએ તાકીદે મહિલાને અરડોઇ પાસે વાડી વિસ્તારમાંથી મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઇ કોટડા સાંગાણી સીએચસી હોસ્પિટલે લઇ જતા હતા ત્યારે મહિલાને વધુ દુઃખાવો ઉપડતા એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી કરાવી સારવાર કરી હતી. બાદ તેને હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

(5:02 pm IST)