Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

શું છે રાજકોટનું મીડિયા મજામાને.... અમિતભાઈએ રાજુભાઈ ધ્રુવની પીઠ થબથબાવી

રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોના પ્રચાર-પ્રસાર કરી જંગી બહુમતી સાથે વિજેતા બનાવવા અર્થે કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે છે. ગતરોજ જસદણ ખાતે કેન્‍દ્રીય ગળહમંત્રી શ્રી અમિતભાઈ શાહની ભાજપ ઉમેદવાર કુંવરજીભાઇ બાવળિયા માટે યોજાયેલી જંગી જાહેરસભામાં પત્રકારમિત્રો માટે વ્‍યવસ્‍થા અને આયોજનને સફળ બનાવવા માટે સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ સભા સ્‍થળે મીડિયા પરિસર ખાતે જવાબદારી સંભાળી હતી. જસદણ ખાતે યોજાયેલી આ જંગી સભા પૂર્ણ થયાબાદ વિદાય લેતી વેળાએ ગળહમંત્રી શ્રી અમિતભાઇ શાહે રાજુભાઇ ધ્રુવ સાથે વાત કરતી વેળાએ  રાજકોટ-સૌરાષ્‍ટ્રના મીડિયા જગતના  મિત્રો વિશે  પૃચ્‍છા કરી અને લાગણી સાથે ખબર અંતર પૂછયા હતા.

ગતરોજ જસદણમાં ગળહમંત્રી અમિતભાઈ શાહની જાહેરસભા હોવાથી  રાજુભાઈ ધ્રુવ ભાજપના ધારાસભ્‍ય તથા ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયા અને પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી ભરતભાઇ બોધરા સાથે જસદણ વિધાનસભાની દ્રષ્ટિએ મીડિયા સંબંધિત ચર્ચા-વિચારણા કરી હતી. આ ઉપરાંત જસદણના સ્‍થાનિક ભાજપ કાર્યકરો સાથે પણ તેમણે ઉમેદવાર શ્રી કુંવરજીભાઇ બાવળીયા વિક્રમસર્જક બહુમતી સાથે વિજયી બનાવી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની ડબલ એન્‍જીન વાળી સરકારના કાર્યોને પ્રજા સુધી પહોંચાડવા વિનંતી કરી હતી. તેમ એક યાદીમાં જણાવાયું છે.

(4:36 pm IST)