Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

આગામી ચૂંટણીને પર્વ તરીકે ઉજવીએઃ રમેશભાઇ ટીલાળા

ભકિતનગર સર્કલ પાસે બક્ષીપંચ મોરચાનું સંમેલન યોજાયુ

રાજકોટ તા.ર૪ : રાજકોટ ૭૦ વિધાનસભાના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ટીલાળાના સમર્થનમાં બક્ષીપંચ મોરચાનું સંમેલન મળ્‍યું હતું તેમાં ઉપસ્‍થિત જુદા-જુદા સમાજના તેમજ વોર્ડ નં.૧૭માં કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

ગઇકાલે ભકિતનગર સર્કલ પાસે યોજાઅયેલ બક્ષીપંચ મોરચાના સંમેલનમાં કડીયા, રાજપુત, લુહાર, વાણંદ, દરજી, ગૌસ્‍વામી સમાજ તેમજ બક્ષીપંચ મોરચાના આવતા જ્ઞાતિ  મંડળો દ્વારા ૭૦ વિધાનસભા ભાજપના નિષ્‍ઠાવાન, સરળ અને સેવાભાગી ઉમેદવાર રમેશભાઇ ટીલાળાને વિજય બનાવવા ઉપસ્‍થિત જનમેદનીને અપીલ કરી હતી.

આ પ્રસંગે જુદા જુદા સમાજના આગેવાનો દ્વારા રમેશભાઇ ટીલાળાનું તેમજ મ્‍યુનીસીપલ ફાઇનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડેરીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

લલીતભાઇ વાડોલીયાએ સ્‍વાગત પ્રવચન બાદ ૭૦ વિધાનસભાના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ટીલાળાએ બધાનો આભાર માન્‍યા બાદ જણાવ્‍યું હતું કે ભાજપ સરકાર સૌની સરકાર છે ત્‍યારે આ ચૂંટણીને પર્વ તરીકે ઉજવી ભાજપને વિજયી બનાવી ગુજરાત અને દેશના સર્વાંગી વિકાસમાં આપણે યોગદાન આપી રાષ્‍ટ્ર હિતમાં જોડાઇ.

તેમણે દરેક ખાત્રી આપી હતી કે હુ જમીન ઉપર રહેનારો માણસ છું ત્‍યારે નાના માણસોને પડતી મુશ્‍કેલી ખુબજ નજીકથી જાણુ છું હું હમેશા તમારા કામમાં ઉભો રહીશ તેવી ખાત્રી આપી હતી ધનસુખભાઇ ભંડેરીએ પણ પ્રસંગને અનુરૂપ

વકતવ્‍ય આપી ભાજપને વિજયી બનાવવા  અપીલ કરી હતી.

આ પ્રસંગે બક્ષીપંચ મોરચાના આગેવાનો અને આ વોર્ડના કોર્પોરેટર નિલેશભાઇ જળુ, જયાબેન, સોનલબેન અગ્રણી રવજીભાઇ મકવાણા, કાળુભાઇ પરમાર, અજીતભાઇ રાઠોડ, દિપકભાઇ નકુમ, સુરેશભાઇ પરમાર, અજયભાઇ પરમાર, ધીરૂભાઇ મકવાણા, હસમુખભાઇ પરમાર, ધીરૂભાઇ મકવાણા, મુકેશભાઇ ગોહિલ, હરીભાઇ રાતડીયા, બળદેવભાઇ સોલંકી, વિપુલભાઇ, નરેન્‍દ્રભાઇ કુબાવત, કિરીટભાઇ ગૌસ્‍વામી સહિતના હાજર રહ્યા હતાં.

ગઇકાલે વોર્ડ નં. ૧૭ માં કાર્યલયના પ્રારંભ પણ કરવામાં આવ્‍યો હતો. તેમાં પણ ભાજપના કોર્પોરેટરો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્‍યામાં જોડાઇ રમેશભાઇને વિજયી બનાવવા અપીલ કરાય હતી.

ગઇકાલે ભાજપનાં ઉમેદવાર રમેશભાઇ ટીલાળાના પદયાત્રા સમયે રાજયના માજી કૃષિમંત્રી કનુભાઇ ભાલાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્‍યામાં જોડાયા હતા ત્‍યારે ઠેર-ઠેર રમેશભાઇ ટીલાળાનું લોકોએ સ્‍વયંભુ સન્‍માન કરી તેમને પ્રોત્‍સાહીત કર્યા હતાં.

(4:51 pm IST)