Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

મતદાન જાગૃતિ અભિયાનમાં ઉત્‍સાહભેર જોડાયા યુવા મતદારો

કેન્‍દ્રીય સંચાર બ્‍યુરો જુનાગઢ અને રાજકોટ આત્‍મીયᅠ યુનિવર્સિટી દ્વારા યુવા મતદારોને અચૂક અને નૈતિક મતદાન કરવા માટે પ્રેરણા આપતા અને જાગૃત કરતા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત પત્રિકા વિતરણ, પોસ્‍ટર અને સ્‍લોગન સ્‍પર્ધા દ્વારા અપાયો મતદાન જાગૃતિનો સંદેશ : ગર્વ અનુભવીએ કે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં મતદાર છીએ : દેવેન્‍દ્ર ત્રિવેદી

રાજકોટ તા.૨૫ : કેન્‍દ્રીય સંચાર બ્‍યુરો જુનાગઢ અને આત્‍મીયᅠ યુનિવર્સિટી દ્વારા યુવા મતદારોને અચૂક અને નૈતિક મતદાન કરવા માટે પ્રેરણા આપતા અને જાગૃત કરતા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત રાજકોટની આત્‍મીય યુનિવર્સિટી ખાતે પોસ્‍ટર અને સ્‍લોગન સ્‍પર્ધા નું આયોજન કરવામાં આવ્‍યું. આ સ્‍પર્ધામાં યુવા મતદારોએ ઉત્‍સાહભેર ભાગ લઈ મતદાન કરવા માટે પ્રેરણા આપતા તેમના વિચારોને વ્‍યક્‍ત કરતા આકર્ષક સ્‍લોગન લખ્‍યા હતા તેમજ લોકતંત્રમાં મતદાનનાં મહત્‍વને દર્શાવતાં પોસ્‍ટર ડિઝાઇન કર્યા હતાં.ᅠ

ઉત્‍કૃષ્ટ સ્‍લોગન લખનાર અને પોસ્‍ટર બનાવનારᅠ વિજેતા યુવા મતદારોને વિભાગ તરફથી ઇનામ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા.લોકશાહીના આ અવસરમાં સૌ યુવા મતદારો જોડાય અને અચૂક મતદાન કરે તે માટેᅠ યુવા મતદારોને મતદાન પ્રક્રિયાની જાણકરી આપતી પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું.ᅠ

કાર્યક્રમ દરમિયાન યુવા મતદારોએ અચૂક મતદાન કરવાના સંકલ્‍પ લીધા અને તેમના પરિવારમાં અને મિત્રોને પણ અચૂક મતદાન કરાવશે તેવા સંકલ્‍પ લીધા.ᅠᅠ

કાર્યક્રમ અંગે જાણકારી આપતા કેન્‍દ્રીય સંચારᅠ બ્‍યુરોના અધિકારી દેવેન્‍દ્ર ત્રિવેદીએ જણાવ્‍યું કે ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીમાં આ વખતે લાખો નવા યુવા મતદારોના નામની નોંધણી થઈ છે.ᅠ

ત્‍યારે એવા યુવા મતદારો કે જે તેમના જીવનમાં પ્રથમ વાર મતદાન કરવા જઈ રહ્યા છે તેમને જાગૃત કરવા અને નૈતિક મતદાન કરવા માટે પ્રેરણા આપતું આ મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સમગ્ર અભિયાન દરમિયાન તેમને લોકતંત્રની જાણકારી આપવાની સાથે જવાબદારી પૂર્વક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે જ વિભિન્ન સ્‍પર્ધાઓ થકી યુવા મતદારોની આ કાર્યક્રમમાં ભાગીદારી વધે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે.

(10:38 am IST)