Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રાજકોટ જિલ્લામાં તાલીમ દરમિયાન ૧૦૦૦થી વધુ સ્‍ટાફે ટપાલથી મત આપ્‍યા

આઠ વિધાનસભા વિસ્‍તારોમાં તાલીમ સ્‍થળે વોટર ફેસિલિટેટીંગ સેન્‍ટરની વ્‍યવસ્‍થા

રાજકોટ તા. ૨૫ : રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મત વિસ્‍તારોમાં મતદાનની કામગીરી સાથે સંકળાયેલા સ્‍ટાફ માટે હાલ ચૂંટણીલક્ષી તાલીમ ચાલી રહી છે. આ કર્મચારીઓ પોતાનો મત ટપાલપત્રથી આપી શકે તે માટે આઠ તાલીમ મથકો પર મતદાન સુવિધા કેન્‍દ્ર (વોટિંગ ફેસિલિટેશન સેન્‍ટર)ની વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી હતી. જેમાં આજે આશરે ૧૦૩૭ સ્‍ટાફ દ્વારા ટપાલપત્રથી પોતાનો મત આપવામાં આવ્‍યો હતો.

૬૮-રાજકોટ પૂર્વ મત વિસ્‍તારમાં આશરે ૮૨ કર્મચારીઓએ ટપાલપત્ર મારફત પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જયારે ૬૯-રાજકોટ પશ્ચિમ મતક્ષેત્રમાં આશરે ૭૫ સ્‍ટાફે પોતાનો મત આપ્‍યો છે. ૭૦-દક્ષિણમાં આશરે ૧૧૫ કર્મચારીઓએ, તો ૭૧-રાજકોટ ગ્રામ્‍યમાં આશરે ૧૭૭ સ્‍ટાફે પોતાનો મત ટપાલથી આપ્‍યો છે.

૭૨-જસદણ મતક્ષેત્રમાં આશરે ૧૭૩ સ્‍ટાફ દ્વારા મત આજે આપવામાં આવ્‍યા છે. ૭૩-ગોંડલમાં આશરે ૨૧ પોસ્‍ટલ બેલેટ આવ્‍યા છે. ૭૪-જેતપુરમાં આજે આશરે ૯૧ કર્મચારી તો ૭૫-ધોરાજીમાં અંદાજે ૩૦૩ મત ટપાલથી આવ્‍યા છે.

(10:46 am IST)