Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રાજકોટ યાર્ડ ફરી મગફળીથી છલોછલ

આજે વધુ ૯૦,૦૦૦ ગુણીની આવકો વચ્‍ચે મગફળીના ભાવો સ્‍થિર : કપાસના ભાવ તૂટયા બાદ ફરી ઉછાળો

રાજકોટ, તા., ૨૫: રાજકોટ યાર્ડમાં આજે મગફળીની આવકો શરૂ કરાતા જ ફરી  યાર્ડ મગફળીની આવકોથી છલોછલ થઇ જતા મગફળીની આવકો બંધ કરાઇ હતી.

ગઇકાલે મગફળીની આવકો શરૂ કરાતા જ રાજકોટ યાર્ડ નજીક બે કીલોમીટર સુધી મગફળી ભરેલા વાહનોની કતારો લાગી હતી. ૧૦૦૦ થી વધુ મગફળી ભરેલા વાહનોની ઉતરાય યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, ડીરેકટરો તથા કર્મચારીઓના સંકલનથી કરાવી હતી. યાર્ડમાં ૯૦,૦૦૦ મગફળીની ગુણીની આવકો થતા બીજી જાહેરાત ન થાય ત્‍યાં સુધી યાર્ડના સંચાલકો દ્વારા મગફળીની હરરાજી બંધ રખાઇ હતી. ખેડુતોને પોષણક્ષમ ભાવો મળતા રાજકોટ યાર્ડ તરફ ખેડુતોનો પ્રવાહ વધી રહયો છે.

દરમિયાન મગફળીની પુષ્‍કળ આવકો છતા મગફળીના ભાવો સ્‍થિર રહયા હતા. મીલ ડીલવરીમાં મગફળી ઝીણીના ૧૦પ૦ થી ૧ર૪૦ અને મગફળી મોટીના ભાવ ૧૧૦૦ થી ૧રપ૦ રૂા. રહયા હતા.  બીજી બાજુ કપાસના ભાવો ઘટયા બાદ આજે મણે પ૦ રૂપીયાનો ઉછાળો જોવા મળ્‍યો હતો. કપાસ એક મણ ૧૮૦૦ થી ૧૮૫૦ રૂા.ના ભાવે સોદા પડયા હતા. એક તબક્કે કપાસ એક મણના ભાવ ૧૯૦૦ રૂપીયા વટાવી ગયા બાદ ઘટીને ૧૭પ૦ રૂા. સુધી પહોંચી ગયો હતો. જો કે હવે કપાસના ભાવમાં ક્રમશઃ  સુધારો થઇ રહયો છે. ઉંચા ભાવની આશાએ ખેડુતો કપાસ વેચતા ન હોય જોઇએ તેવી આવક ન થતા કપાસના ભાવમાં વધારો થઇ રહયાનું વેપારી સુત્રોએ જણાવ્‍યું હતુ.

(3:21 pm IST)