Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ગોંડલ રોડ પર ઝૂપડામાં મુર્તિના કારીગરનો ફાંસો ખાઇ આપઘાત

નશો કરવાની આદતથી કંટાળીને પગલુ ભર્યાની શક્‍યતા

રાજકોટ તા. ૨૫: ગોંડલ રોડ પર પરીન ફર્નિચરની પાછળ ઝૂપડામાં રહેતાં અને મુર્તિ બનાવવાનું કામ કરતાં હકા મુકેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૭) નામના યુવાને ઝૂપડામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પ્રવિણભાઇ જીલરીયાએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર હકો બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં એક પુત્રી અને બે પુત્રી છે. મુળ રાજસ્‍થાની યુવતિ સાથે તેણે લગ્ન કર્યા હતાં. હાલમાં હકાને દારૂ પીવાની આદત પડી ગઇ હોઇ તેનાથી કંટાળી જઇ આ પગલુ ભર્યાની શક્‍યતા પરિવારજનોએ જણાવી હતી. બનાવ વખતે ઝૂપડામાં કોઇ હાજર ન હોઇ હકાએ ફાંસો ખાઇ લીધો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:30 pm IST)