Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

લક્ષ્મીનારાયણદેવ મંડળ દ્વારા કાલે સમૂહ લગ્ન

પૂ. નૃગેન્દ્ર પ્રસાદજીની ઉપસ્થિતિમાં યુગલો ફેરા ફરશે

રાજકોટ તા. રપ :.. ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજિવ હિતાવહ સંદેશને સાકાર કરવા વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણદેવ પિઠાધીપતી શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના આર્શીવાદ સહ આજ્ઞાથી વડતાલદેશ ભાવિ આચાર્ય પૂ. નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ મંડળ અને શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદિ (એસ. વી. જી.) ના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેરને આંગણે ભવ્ય ચતુર્થ વિવાહ સંસ્કાર મહોત્સવ (સમુહ લગ્ન)નું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે તા. રપ ને શનિવારના રોજ સાંજે ૪ વાગ્યાથી રાજકોટના મોટા મવા વિસ્તાર કાલાવડ રોડ પર આવેલ કર્ણાવતી પાર્ટી લોન્સના વિશાળ લોન વાળા ગ્રાઉન્ડમાં યોજાનારા આ સમુહ લગ્નોત્સવમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આર્થિક રીતે નબળા પરિસ્થિતિ ધરાવનાર પરીવારની દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે.

ઘર આંગણે રાજાશાહી રીતે લગ્ન યોજાતા હોય તે રીતે સર્વ જ્ઞાતિની દિકરીઓને લગ્ન તાંતણે બંધાશે આ સમુહ લગ્નોત્સવમાં સોનાની બુટી, વિંટી, ચાંદીની બંગડી, સાકરા, મંગળસુત્ર, બેડ, કબાટ, ટીપોઇ, ગાદલુ સહિતની લગભગ ૪૦ વધારે માં ઉપયોગી વસ્તુઓ આપવામાં આવશે. તેમજ તમામ આવનાર જાનની ભવ્યાતીભવ્ય સામૈયા કરી સ્વાગત કરવામાં આવશે.

આ વિવાહ સંસ્કાર મહોત્સવમાં કાર્યક્રમ રૃપરેખા બપોરે ૪ વાગ્યે જાન આગમન, ૪.૩૦ વાગ્યે સામૈયા, ૬.૩૦ હસ્ત મેળાપ, ૬.૦પ, પૂ. લાલજી મહારાજશ્રીનું આગમન, ૬ થી ૮ સન્માન સમારંભ-સભા, ૮ વાગ્યે આર્શીવચન, ૮-૦૦ ભોજન સમારંભ, ૯-૦૦ વાગ્યે વિદાય સમારંભ તેમજ આ મહોત્સવનું લાઇવ પ્રસારણ શિક્ષા ચેનલ ત્થા સ્ન.રુ.િં.ંશ્વિં  પર કરવામાં આવશે. તેમ વિશાલ પટેલે જણાવ્યું હતું.

(3:35 pm IST)