Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ગ્રીન લેન્‍ડ ચોકડી પાસે બીમારીના કારણે અજાણ્‍યા વૃધ્‍ધનું મોત

જમણા હાથના કાંડા પર ‘જય ખોડીયાર' અને ડાબા હાથના કાંડાપર ‘જય ચામુંડા' ત્રોફાવેલ છે

રાજકોટ,તા.૨૫: ગ્રીન લેન્‍ડ ચોકડી પાસે બીમારીના કારણે એક  અજાણ્‍યા વૃધ્‍ધનું મોત નિપજ્‍યુ હતું.

મળતી વિગત મુજબ ગ્રીન લેન્‍ડ ચોકડી પાસે રોડની સાઇડમાં આશરે ૬૫ વર્ષનો અજાણ્‍યો વૃધ્‍ધ બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇ.એમ.ટી.રાજેશભાઇએ તપાસ કરતા વૃધ્‍ધનું મોત નિપજ્‍યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા બી.ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ બ્રીજરાજસિંહ સહિતે સ્‍થળપર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક વૃધ્‍ધે સફેદ  ટીશર્ટ કાળા કલરનો કોર્ટ અને કબુતરી કલરનું પેન્‍ટ પહેરેલ છે. તેના જમણા હાથના કાંડા પર ‘જય ખોડિયાર' અને ડાબા હાથના કાંડા પર ‘જય ચામુંડા' ત્રોફાવેલ છે આ અંગે પી.એસ.આઇ.પી.એ.ગોહેલે વૃધ્‍ધની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

(4:49 pm IST)