Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રેલનગરના મોૈલિક પંડયા પર રૈયા ચોકડી પાસે લાકડીથી હુમલો થયો

રાજકોટ તા. ૨૫: રેલનગરમાં સેફ્રોન એલિગન્‍સ ખાતે રહેતાં મોૈલિક ભદ્રેશભાઇ પંડયા (ઉ.વ.૩૨) નામના યુવાન પર રાત્રે હુમલો થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

પોલીસ ચોકીમાં થયેલી પ્રાથમિક નોંધ મુજબ મોૈલિક પંડયા રાતે સાડા નવેક વાગ્‍યે રૈયા ચોકડી નજીક ગોકુલ કોમ્‍પલેક્ષવાળી શેરીમાં હતો ત્‍યારે રૂષિત ખવૈયા તથા અજાણ્‍યાએ લાકડીથી માર મારતાં સારવાર માટે દાખલ કરાયો હતો. પોલીસે તેનુ નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(3:45 pm IST)