Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ગર્લફ્રેન્‍ડ સાથે ફોનમાં ચડભડ થતાં સોની બજારમાં બંગાળી કારીગરે ગળાફાંસો ખાધો

બાજુની દૂકાનવાળા જોઇ જતાં જીવ બચાવી લીધોઃ બેડીનાકામાં રહેતો યુવાન સારવારમાં

રાજકોટ તા. ૨૫: શહેરના બેડીનાકા ટાવર પાસે નકલંક ચોકમાં રૂમ રાખીને રહેતાં અને સોની કામ કરતાં બંગાળી યુવાનને ફોન પર વાતચીત વખતે બંગાળ રહેતી ગર્લફ્રેન્‍ડ સાથે ચડભડ થતા માઠુ લાગી જતાં સોની બજારમાં આવેલી દૂકાનમાં ગળાફાંસો ખાઇ લેતાં બાજુની દૂકાનવાળા જોઇ જતાં જીવ બચી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ બેડીનાકા ટાવર પાસે નકલંક ચોકમાં રહેતી બીફોલ જોનરૂ રોય (ઉ.વ.૨૨) નામના બંગાળી યુવાને સોની બજારમાં સમન્‍વય પેલેસમાં આવેલી સોની કામની દૂકાનમાં ગ્રીલના એંગલમાં પ્‍લાસ્‍ટીકની દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. આ વખતે દૂકાન માલિક શક્‍તિ મંડલ અને બીજા કારીગર બહાર હોઇ દૂકાને તે એકલો જ હતો. પરંતુ સદ્દનસિબે તેણે ફાંસો ખાધો એ વખતે જ બાજુની દૂકાનવાળા આવી જતાં તે જોઇ જતાં બચાવી લીધો હતો. બીફોલને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં એ-ડિવીઝનને જાણ કરવામાં આવી હતી. તે બે બહેનનો એકનો એક ભાઇ છે. વતનમાં તેની ગર્લફ્રેન્‍ડ હોઇ તેની સાથે ફોનમાં વાતચીત વખતે બંને વચ્‍ચે ઝઘડો થતાં માઠુ લાગી જવાથી આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(3:47 pm IST)